બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / સુરત / SURAT bridge Cracks of crores of corruption appeared in 1 month

પોલમપોલ / 1 મહિનામાં કરોડોના ભ્રષ્ટાચારની તિરાડો દેખાઈ.! કતારગામ અને વરિઆવને જો઼ડતો બ્રિજ એપ્રોચ બેસી ગયો, અધિકારીઓ મૂંગા મર્યા

Kishor

Last Updated: 07:21 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ભ્રષ્ટાચારનો ભાર ન ખમી શકાતા એક જ વરસાદમાં કરોડોના ખર્ચે બનેલ બ્રિજ બેસી ગયો હતો, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો હતો.

  • સુરતમાં વરસાદે ખોલી તંત્રની પોલ
  • એક જ વરસાદમાં કરોડોનો બ્રિજ બેસી ગયો
  • 1 મહિના પહેલા જ ખુલ્લો મુક્યો હતો બ્રિજ 

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. દક્ષિણ અને મધ્યગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. જો કે ચોમાસાના પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારના ભોરિંગને ઉજાગર કર્યું છે. વરસાદમાં સુરત તંત્રની પોલ ખોલી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં એક મહિના પહેલા જ જે બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો હતો તે પ્રથમ વરસાદે જ બેસી ગયો છે. ત્યારે પૂલના કામમાં ગેરરીતિ થઇ હોવાની ચર્ચાઓ સ્થાનિક લોકોમાં જાગી છે. 

કતારગામ અને વરિઆવને જો઼ડતો બ્રિજ એપ્રોચ બેસી ગયો

પ્રાપ્ત વિગત મુજબ સુરતમાં 1 મહિના પહેલા જ કતારગામ અને વરીઆવને જોડતો બ્રિજ જનતાની સેવા માટે ખુલ્લો મુકાયો હતો. પરંતુ સીઝનના પ્રથમ વરસાદે જ ગુરુકુળથી વરીયાવ તરફનો ભાગ બેસી ગયો છે. નવોનક્કોર બ્રિજ અચાનક બેસી જતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકોમાં ભયનો માહોલ છે. તો બ્રિજમાં નરી આંખે દેખાય એવી તિરાડ પણ પડી ગઇ છે, જેના પરથી એવું પણ લાગી રહ્યું છે કે આ બ્રિજને કારણે ગમે ત્યારે ગંભીર દૂર્ઘટના સર્જાઇ શકે છે. તેવી હાલતમાં હોવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ બ્રીજ અચાનક બેસી જતાં લોકોમાં આક્રોસ જોવા મળી રહ્યો છે. તો બ્રિજમાં તિરાડ અને બેસી જવાની ફરિયાદ બાદ અધિકારી જાત તપાસ માટે બ્રિજ પર પહોંચ્યા હતા, જો કે અહીં તેઓને જનતાના આક્રોસનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ અધિકારીને સ્થળ પર જ ખરાખોટી સંભળાવી દીધી હતી, જો કે અધિકારીએ જણાવ્યું કે હું માત્ર અહીં ચેકિંગ અર્થે આવ્યો છું, પગલા લેવાની સત્તા મારી પાસે નથી. અધિકારીએ આપેલા જવાબથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ આ મામલે ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

49 તાલુકામાં વરસાદ વરસ્યો 

રાજ્યમાં આજે 49 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6 થી 2 વાગ્યા સુધીમાં 49 તાલુકામાં મેઘમહેર થઈ છે.  નવસારી, મુંદ્રા, ચીખલી, ખેરગામ, ધરમપુર, મહુવા, પારડી, વલસાડ, વાલોડ,   નંત્રંગ, ગણદેવી, સોનગઢ, વ્યારામાં સવા બે ઈંચથી પોણા બે ઈંચ વરસાદ થવા પામ્યો  છે. જ્યારે ધોરાજીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ કડાણામાં 1 ઈંચ અને લાઠીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. 

મહિલા કોલેજ પાસે ભરાયા વરસાદી પાણી
બોટાદ શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે શહેરનાં પાળીયાદ રોડ પર પાણી ભરાયા હતા. જ્યારે મહિલા કોલેજ પાસે વરસાદી પાણી ભરાયા હતા. જેથી રસ્તા પરથી પસાર થતી મહિલાઓને ભારે તકલીફ ભોગવવી પડી હતી. ત્યારે બપોર બાદ શહેર સહિત જીલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ