ચુકાદો / સુપ્રીમ કોર્ટે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના શિવલિંગ પર ભક્તો દ્વારા ચઢાવાતી આ વસ્તુ પર મુક્યો પ્રતિબંધ, કેમ કે...

supreme court prohibits offering panchamrit in the shivling of mahakaleshwar temple in ujjain

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવતા શિવલિંગને ક્ષરણથી બચાવવા માટે તમામ આદેશો આપ્યા છે. અદાલતનું કહવું છે કે મંદિરના શિવલિંગ પર કોઈ પણ ભક્ત પંચામૃત નહીં ચઢાવે. પરંતુ શુદ્ધ દુધથી પુજા કરાશે. અદાલતે મંદિરની કમિટીને કહ્યુંકે તે ભક્તો માટે શુદ્ધ દુધની વ્યવસ્થા કરે અને તે સુનિશ્ચિત કરે કે કોઈ અશુદ્ધ દુધ શિવલિંગ પર ન ચઢાવે. સુપ્રીમ કોર્ટે મંદિરના શિવલિંગના સંરક્ષણ માટે તમામ આદેશ પસાર કરવામાં આવ્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાની વાળી બેંચે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર મામલામાં નિર્ણય સંભળાવ્યો હતો. જસ્ટિસ અરુણ મિશ્રાએ પોતાના કાર્યકાલના અંતમાં આ નિર્ણય સંભળાવ્યો હતો. નિર્ણય સંભળાવતા જસ્ટિસ મિશ્રાએ કહ્યુંકે ભગવાન શિવની કૃપાથી આખરે નિર્ણય પણ થઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ