બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Supreme Court on same-sex marriage, said court cannot make law, government should give legal status

ચુકાદો / સમલૈંગિક વિવાહને લઈને સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપ્યો આદેશ, કહ્યું કોર્ટ કાયદો ન બનાવી શકે, સરકાર આપે કાયદાકીય દરજ્જો

Megha

Last Updated: 12:58 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો આપતા સમયે CJIએ કહ્યું કે સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવો જોઈએ, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે.

  • સેક્સ મેરેજની તરફેણ કરનારાઓ માટે આજ મોટો દિવસ છે 
  • પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર
  • કોર્ટ કાયદો ન બનાવી શકે. પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે
  • 34 દેશોમાં ગે લગ્નને માન્યતા આપવામાં આવી છે તો લગભગ 64માં અપરાધ છે 

CJI DY ચંદ્રચુડે પહેલા પોતાનો ચુકાદો આપતા ગે લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો. CJIએ કહ્યું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. જોકે, CJIએ ગે કપલને બાળક દત્તક લેવાનો અધિકાર આપ્યો છે.આ સાથે જ CJIએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિકો માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર
સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો આપતા સમયે CJIએ કહ્યું કે સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સાથે જ ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમત છે અને કેટલાક અસહમત છે. તેમણે કહ્યું કે, કોર્ટ કાયદો ન બનાવી શકે. પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે.

34 દેશોમાં ગે લગ્નને માન્યતા આપવામાં આવી છે
સમલૈંગિક લગ્ન એટલે કે સેમ સેક્સ મેરેજની તરફેણ કરનારાઓ માટે આજનો દિવસ મોટો છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ મંગળવારે પોતાનો ચુકાદો આપશે. અરજીકર્તાઓએ લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરી છે. જોકે વિશ્વના 34 દેશોમાં ગે લગ્નને માન્યતા આપવામાં આવી છે. તેમાંથી 10 દેશોમાં કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો છે. એવા 23 દેશો છે જ્યાં સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા છે.

same sex marriage verdict supreme court to deliver order on pleas

લગભગ 64 સમલૈંગિક સંબંધ અપરાધ, ગે લગ્નને માન્યતા આપનાર તાઇવાન એશિયાનો પહેલો દેશ 
જો ગે લગ્નને માન્યતા આપનાર દેશની વાત કરીએ તો વર્ષ 2001માં નેધરલેન્ડ્સ ગે લગ્નને કાયદેસર બનાવનાર પ્રથમ દેશ હતો. જ્યારે તાઈવાન એશિયાનો પ્રથમ દેશ હતો. કેટલાક એવા મોટા દેશો છે જ્યાં સમલૈંગિક લગ્ન સ્વીકારવામાં આવતા નથી. તેમની સંખ્યા લગભગ 64 છે. અહીં સમલૈંગિક સંબંધને અપરાધ માનવામાં આવે છે અને સજા તરીકે મૃત્યુદંડ પણ સામેલ છે. મલેશિયામાં ગે લગ્ન ગેરકાયદેસર છે. ગયા વર્ષે, સિંગાપોરે પ્રતિબંધો સમાપ્ત કર્યા હતા જો કે, ત્યાં લગ્ન માટે મંજૂર નથી. એક રિપોર્ટ અનુસાર, જાપાન સહિત સાત મોટી અર્થવ્યવસ્થાના દેશો પણ સમલૈંગિક લગ્નને કાયદેસરની મંજૂરી આપતા નથી.

SCના આ પાંચ જજોની બંધારણીય બેંચે કર્યું નક્કી 
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે 11 મેના રોજ સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા માટેની અરજી પર સુનાવણી પૂર્ણ કરી હતી અને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે SCના પાંચ જજોની બંધારણીય બેંચ નક્કી કર્યું કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપી શકાય કે નહીં? અરજીઓની સુનાવણી કરતી બેંચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એસકે કૌલ, એસઆર ભટ્ટ, હિમા કોહલી અને પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે. 18 ગે કપલ તરફથી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં તેઓએ લગ્નના કાયદાકીય અને સામાજિક દરજ્જા સાથે તેમના સંબંધોને માન્યતા આપવાની માંગ કરી હતી. 

કોણ છે અરજદાર? 
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનારમાં ગે કપલ સુપ્રિય ચક્રવર્તી અને અભય ડાંગ, પાર્થ ફિરોજ મેહરોત્રા અને ઉદય રાજ આનંદના ઉપરાંત ઘણા લોકો શામેલ છે. 20થી વધારે અરજદારોમાં મોટાભાગના સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરી રહ્યા છે. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં ધાર્મિક અને આંતર જાતીય વિવાહને સંરક્ષણ મળ્યું છે. પરંતુ સમલૈંગિક યુગલોની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ