બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:43 PM, 22 July 2024
યુપી-ઉત્તરાખંડ અને એમપી સરકારોએ ગઈ કાલે કાંવડ રુટ પર આવનારી દુકાનો પર ફરજિયાત પણે નેમપ્લેટ લગાડવાનો ઓર્ડર કર્યો હતો જેના એક દિવસ પછી સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર સ્ટે મૂક્યો છે. કાંવડ નિર્ણય પર સુનાવણી કરતાં સુપ્રીમના બેમાંથી એક જજ એસવીએન ભાટીએ પોતાનો એક જુનો કિસ્સો સંભળાવ્યો હતો.
ADVERTISEMENT
સુપ્રીમના જજ મુસ્લિમની હોટલમાં કેમ ભોજન લેવા જતા?
આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટીસ ભાટીએ કહ્યું કે તેઓ કેરળના પોસ્ટિંગ દરમિયાન શાહકારી ભોજન માટે મુસ્લિમ દ્વારા ચલાવવામાં આવતી રેસ્ટોરન્ટમાં વારંવાર જતા હતા કારણ કે હોટલ ઈન્ટરનેશનલ લેવલની સ્વચ્છતા રાખી જાણે છે. તેમણે કહ્યું કે હું જ્યારે કેરળમાં હતો ત્યારે ત્યાંની એક શાકાહારી હોટલમાં વારંવાર ખાવા જતો હતો. ત્યાં હિંદની પણ એક રેસ્ટોરન્ટ હતી પરંતુ હું મુસ્લિમની રેસ્ટોરન્ટમાં જતો કારણ કે ત્યાં સ્વચ્છતાં ઈન્ટરનેશનલ લેવલની હતી તેથી મને ત્યાં જવું ગમતું.
ADVERTISEMENT
વધુ વાંચો : દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી', નેમ પ્લેટ વિવાદમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો
નેમપ્લેટ દર્શાવવાના નિર્ણય પર સ્ટે
કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કોર્ટે આ નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે જેમાં કાવડ માર્ગ પરના દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવા કહેવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે દુકાનદારોએ પોતાનું નામ કે ઓળખ જાહેર કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ કેસમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવી છે. કોર્ટે કહ્યું કે દુકાનદારોએ માત્ર એ જણાવવું પડશે કે તેઓ કયા પ્રકારનું ખાદ્યપદાર્થ વેચી રહ્યા છે. ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે દુકાનદારોને પ્રકાશિત કરવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.