ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શેર બજાર એકાએક લથડી પડ્યું! માર્કેટ ખૂલતાં જ સેન્સેક્સમાં 200 પોઈન્ટનો કડકો, નિફ્ટી પણ ડાઉન, જાણો કારણ

બિઝનેસ / શેર બજાર એકાએક લથડી પડ્યું! માર્કેટ ખૂલતાં જ સેન્સેક્સમાં 200 પોઈન્ટનો કડકો, નિફ્ટી પણ ડાઉન, જાણો કારણ

Last Updated: 10:02 AM, 3 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે જે આજે 3 જાન્યુઆરીએ શેરબજારમાં કડાકો નોંધાયો છે. સેન્સેક્સમાં 200 અંકનો અને નિફ્ટીમાં 50 અંકનો ઘટાડો થતાં માર્કેટ રેડ સાઇન પર ખૂલ્યું છે.

ADVERTISEMENT

આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ એટલે કે 3 જાન્યુઆરી 2025 ને શુક્રવારના રોજ શેરબજારની શરૂઆત નબળી રહી છે. સેન્સેક્સ 200 પોઈન્ટના ઘટાડા સાથે 79,720ના સ્તર પર અને નિફ્ટી 50 પોઈન્ટના ઘટાડા સાથે 24,130 ના સ્તર પર ખૂલ્યું છે.

સેન્સેકસના 30 શેરોમાંથી 18 માં ઘટાડો અને 12 માં તેજી છે, તો નિફ્ટીના 50 શેરમાંથી 30માં ઘટાડો અને 20માં તેજી જોવા મળી છે. મુખ્યત્વે એનએસઇ ઈન્ડેકકસમાં બેન્કિંગ અને ઑટો સેક્ટરમાં સૌથી મોટો ફટકો દેખાયો છે.

વિદેશી રોકાણકારોએ 1506.75 કરોડના શેર ખરીદ્યા

  • એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.96% અને કોરિયાનો કોસ્પી 2.08% વધ્યો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.46% ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
  • NSEના ડેટા અનુસાર 2 જાન્યુઆરીએ સ્થાનિક રોકાણકારો એ પણ ₹22.14 કરોડના શેર ખરીદ્યા હતા જેની સામે વિદેશી રોકાણકારોએ ₹1,506.75 કરોડના શેર ખરીદ્યા હતા.
  • 2 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઉ જોન્સ 0.36%ના ઘટાડા સાથે 42,392 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 0.22% ઘટીને 5,868 પર અને નૈસ્ડેક 0.16% ઘટીને 19,280 પર છે.

વધુ વાંચો: ઈતિહાસના સૌથી મોટા IPOની તૈયારી શરૂ, મુકેશ અંબાણીએ લાવશે 40000 કરોડનો IPO

ગઇકાલે તેજી સાથે બંધ થયું હતું માર્કેટ

2 જાન્યુઆરીએ સેન્સેક્સમાં 1436 પોઈન્ટનો ઉપર આવીને 79,943ના સ્તરે બંધ થયો હતો તો સાથે નિફ્ટીમાં પણ 445 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો તે 24,188ના સ્તરે બંધ થયો હતો.સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરોમાં વધારો જોવા મળ્યો હતો. ઑટો અને આઈટીના શેરમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. આયશર મોટર્સના શેરમાં 8.55% અને મારુતિ સુઝુકીના શેરમાં 5.61%નો વધારો જોવા મળ્યો હતો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Today Stock Market Opening Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ