ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ''કોઇ અગવડતા નહીં પડે'', ગેસની અછત મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન

ગાંધીનગર / ''કોઇ અગવડતા નહીં પડે'', ગેસની અછત મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન

Published By: Vishal Khamar

Last Updated: 11:32 AM, 16 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં ચાલતા સેન્ટર પર ગેસની અછત ઉભી ન થાય તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના સેન્ટરની મુલાકાત સમયે કુંવરજી બાવળિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, યોજનાના સેન્ટર પર પૂરતી ગેસ વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું.

ADVERTISEMENT

ગાંધીનગરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ચાલતા સેન્ટરોની મુલાકાત દરમિયાન રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ ગેસની અછત અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યોજના હેઠળ ચાલતા કોઈપણ સેન્ટર પર ગેસની અછત ઉભી નહીં થાય અને શ્રમિકોને ભોજન વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે.

LPG ગેસની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઇ હોવાનું કહ્યું

મંત્રી બાવળિયાએ જણાવ્યું કે તમામ સેન્ટરો પર પૂરતી LPG ગેસની વ્યવસ્થા ઉપલબ્ધ રાખવામાં આવી છે. ઉપરાંત, જો કોઈ કારણસર ગેસ સપ્લાયમાં વિક્ષેપ થાય તો તેની માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી યોજના સતત ચાલુ રહી શકે.

એજન્સીઓના સતત સંપર્ક હોવાની કરી વાત

તેમણે વધુમાં જણાવ્યું કે યોજના અમલમાં મૂકતી એજન્સીઓ સાથે સરકાર સતત સંપર્કમાં છે અને તમામ સેન્ટરો પર કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે.

શ્રમિકોને કોઇ અગવડતા નહીં પડેઃ કુંવરજી બાવળિયા

મંત્રીના જણાવ્યા મુજબ, બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને આ યોજનાથી લાભ મળે તે સરકારની પ્રાથમિકતા છે અને તેમને ભોજન સંબંધિત કોઈ અગવડતા ન પડે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પોલીસ પર હુમલો, એલઆરડી જવાન સહિત બે કર્મી ઈજાગ્રસ્ત

આ ઉપરાંત કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે સિરામિક ઉદ્યોગમાં કામ કરતા કામદારો માટે પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે જેથી તેઓને પણ યોગ્ય સુવિધાઓ અને સહાય મળી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shramik Annapurna Yojana Center Kunwarji Bavaliya Statement Shramik Annapurna Yojana

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ