ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પોલીસ પર હુમલો, એલઆરડી જવાન સહિત બે કર્મી ઈજાગ્રસ્ત
Last Updated: 11:12 AM, 16 March 2026
ADVERTISEMENT
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. 112 જનરક્ષકને મળેલી માહિતીના આધારે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં પહોંચતા જ કેટલાક લોકો સાથે પોલીસની મારામારી થઈ હતી.
ADVERTISEMENT

પ્રાપ્ત માહિતી મુજબ, એક પતિ-પત્ની નશાની હાલતમાં ઝઘડો કરી રહ્યા હતા. આ અંગે જાણ થતાં 112 જનરક્ષક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચતા જ પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ અને ઝઘડામાં સામેલ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસ પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો
આ હુમલામાં એલઆરડી જવાન દીપક ચૌહાણને ઈજા પહોંચી હતી, જ્યારે જનરક્ષક વાહનના ડ્રાઈવર પરેશ પરમાર પણ હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હિંમતનગરમાં કૌટુંબિક ઝઘડાએ લીધો ખૂની વળાંક, એકની હત્યા, એક ગંભીર
ઝઘડી રહેલા પતિ પત્ની એ પોલીસ પર હુમલો કર્યો
ADVERTISEMENT
ઘટના બાદ પોલીસે સ્થિતિ કાબૂમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ પતિ-પત્ની નશાની હાલતમાં હતા અને પોલીસને શાંતિ સ્થાપવા પહોંચતા તેઓએ જ પોલીસ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.