બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / start your day with these six morning drinks to get relief from gas bloating and constipation

હેલ્થ / પાચનસંબંધી સમસ્યાથી મેળવવી છે રાહત? તો રોજ સવારમાં જાગીને આ ડ્રિંક્સથી કરો દિવસની શરૂઆત, પછી જુઓ પરિણામ

Manisha Jogi

Last Updated: 01:12 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગટ હેલ્થ યોગ્ય હોય તો પેટની ગરબડમાં સુધારો, ગેસ, સોજો અને કબજિયાતથી રાહત મળે છે. હાલમાં લોકો બગડતી લાઈફસ્ટાઈલના કારણે પેટ અને પાચન સંબંધિત સમસ્યાનો શિકાર થઈ રહ્યા છે.

  • હેલ્ધી રહેવા માટે હેલ્ધી ગટ ખૂબ જ જરૂરી
  • બગડતી લાઈફસ્ટાઈલના કારણે લોકો પાચન સંબંધિત સમસ્યાનો શિકાર
  • આ હેલ્ધી ડ્રિંકનું સેવન કરવાથી  આ સમસ્યાથી રાહત મળે છે

હેલ્ધી રહેવા માટે હેલ્ધી ગટ ખૂબ જ જરૂરી છે. પેટમાં રહેલ બેક્ટેરિયાને ગટ માઈક્રોબાયોમ અથવા ગટ ફ્લોરા કહેવામાં આવે છે. શારીરિક અને માનસિક આરોગ્ય જળવાઈ રહે તે માટે સૂક્ષ્મજીવોનું યોગ્ય સંતુલન જળવાય તે જરૂરી છે. ગટ હેલ્થ યોગ્ય હોય તો પેટની ગરબડમાં સુધારો, ગેસ, સોજો અને કબજિયાતથી રાહત મળે છે. હાલમાં લોકો બગડતી લાઈફસ્ટાઈલના કારણે પેટ અને પાચન સંબંધિત સમસ્યાનો શિકાર થઈ રહ્યા છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે હેલ્ધી ડ્રિંકથી સવારની શરૂઆત કરી શકો છો. જેથી પાચન સારું રહે છે. 

આદુની ચા
મોટાભાગના લોકોની સવારની શરૂઆત ચાની સાથે થાય છે. તમે દરરોજ આદુની ચાનું સેવન કરી શકો છો. આદુમાં રહેલ એન્ટીઈન્ફ્લામેટરી અને પાચન ગુણના કારમે ગેસ અને સોજો ઓછો થાય છે. ગરમ પાણીમાં આદુના ટુકડા અથવા સૂંઠ નાખીને આદુની ચા બનાવી શકો છો. 

ગરમ લીંબુ પાણી
લીંબુ પાચન માટે ખૂબ જ હેલ્ધી છે. જો તમને બ્લોટિંગ, ગેસની સમસ્યા છે, તો તમે લીંબુ પાણીની સાથે દિવસની શરૂઆત કરી શકો છો. જે માટે ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ મિશ્ર કરો. લીંબુ પાણી પાચન સ્ટિમ્યુલેટ કરી શકે છે જેથી આંતરડામાં પીએચ સ્તર જળવાઈ રહે છે. 

પાણી અને એપ્પલ સાઈડર વિનેગર
પાચન તંદુરસ્ત રહે તે માટે સવારે પાણી અને એપ્પલ સાઈડર વિનેગરનું સેવન કરી શકો છો. એક ગ્લાસ પાણીમાં 1-2 ચમચી એપ્પલ સાઈડર વિનેગર મિશ્ર કરીને તેનું સેવન કરવું. જેથી પાચનમાં સુધારો થાય છે અને પીએચ સ્તર જળવાઈ રહે છે. 

પિપરમિંટ ચા
પુદીનાની ચા પાચનતંત્ર માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. આ ચાનું સેવન કરવાથી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ ટ્રેક્ટની માંસપેશીઓને આરામ મળી શકે છે. 

વરિયાળીનું પાણી
વરિયાળીનું પાણી ગેસ અને સોજો ઓછો કરવામાં અસરદાર સાબિત થાય છે. આ કારણોસર તમે સવારે ગરમ પાણીમાં વરિયાળીના બીજ પલાળીને તેનું સેવન કરી શકો છો. 

એલોવેરા જ્યૂસ
એલોવેરા જ્યૂસ ત્વચા અને વાળ માટે ગુણકારી છે તથા પાચનતંત્ર માટે ફાયદાકારક છે. પાચનતંત્રમાં સુધારો થાય છે અને મળત્યાગમાં તકલીફ થતી નથી. આ કારણોસર સીમિત માત્રામાં એલોવેરા જ્યૂસનું સેવન કરી શકાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ