બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શું હાર્દિક પંડ્યા-મુરલી કાર્તિક વચ્ચે મોટી મેટર થઇ ગઇ? હાથમાં બેટ લઇને...! Video વાયરલ
Last Updated: 12:43 PM, 24 January 2026
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝ રમાઈ રહી છે, જેમાં બીજી મેચમાં પણ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને હરાવીને સીરીઝમાં 2-0થી લીડ કરી રહી છે. દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે રાયપુરમાં રમાયેલી આ મેચનો જ હોવાનું જણાવાઈ રહ્યું છે. આ વીડિયો મેચ શરૂ થવા પહેલાંનો છે, જેમાં હાર્દિક પંડયા અને પૂર્વ ભારતીય ક્રિકેટર મુરલી કાર્તિક વચ્ચે કોઈક મુદ્દા પર ગંભીર વાતચીત થતી દેખાઈ રહી છે.
ADVERTISEMENT
આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક પંડયા અને મુરલી કાર્તિક વચ્ચે મેદાન પર દલીલ થઈ. આ વીડિયો દર્શકે સ્ટેન્ડ પરથી રેકોર્ડ કર્યો. જોકે આમાં કોઈ અવાજ નથી, વીડિયોમાં માત્ર મેદાનનો અવાજ સંભળાઈ રહ્યો છે.
Heated exchange between Hardik Pandya and Murali Kartik? Thoughts? 👀 pic.twitter.com/PsKs2ia7TF
— Sameer Allana (@HitmanCricket) January 23, 2026
ADVERTISEMENT
વીડિયોમાં દેખૈયા રહ્યું છે કે હાર્દિક પ્રેક્ટિસ ફિટ પહેરીને હાથમાં બેટ અને ગ્લોવ્ઝ લઈને મેદાન પર આવતા દેખાયા. દરમિયાન તેની મુલાકાત કોમેન્ટરી ડ્યુટી પર હાજર મુરલી કાર્તિક સાથે થઈ. પહેલા બંનેએ હેન્ડ-શેક કર્યા, જેના પછી તેઓ થોડી વાર સુધી વાતચીત કરતાં જોવા મળ્યા. આ વીડિયોમાં એવું લાગી રહ્યું હતું કે મુરલી કાર્તિક હાર્દિકને કશુંક સમજાવી રહ્યા છે અને તેને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે વાતચીતમાં શું કહેવામાં આવ્યું, એ સ્પષ્ટ નથી. હાર્દિક પંડ્યાની બોડી-લેંગ્વેજને જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ આને દલીલ ગણાવી દીધી અને જુદી-જુદી અટકળો લગાવવા લાગ્યા.
ADVERTISEMENT

ADVERTISEMENT
ન્યુઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં હાર્દિક પંડયા બેટિંગ કરવા ન આવ્યા. કારણ કે તેની જરૂર જ ન પડી. સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશને જબરદસ્ત બેટિંગ કરીને અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવી. જો કે હાર્દિકે બોલિંગ કરી. તેણે ત્રણ ઓવરમાં એક વિકેટ લીધી અને માત્ર 25 રન આપ્યા. હાર્દિકે માર્ક ચેપમેનને આઉટ કરી દીધો. તેને માત્ર 10 જ રન કરીને પેવેલિયન મોકલી દીધો.
આ પણ વાંચો: ભારતે રન ચેઝની સાથે તોડ્યા 5 રેકોર્ડ, ન્યુઝીલેન્ડનો પહાડી સ્કોર પડ્યો ઓછો
ADVERTISEMENT
કેપ્ટન સૂર્યકુમાર યાદવે 82* અને પ્લેયર ઓફ ધ મેચ ઈશાન કિશને 76 રનની જબરદસ્ત ઇનિંગ રમી, જેનાથી ભારતે 28 બોલ બાકી રહેતા સાત વિકેટે જીત નોંધાવી. બેટિંગ માટે સરળ પરિસ્થિતિઓમાં ન્યુઝીલેન્ડે 6 વિકેટે 208 રન કર્યા પછી ભારતે માત્ર 15.2 ઓવરમાં જ ત્રણ વિકેટે ટાર્ગેટ ચેઝ કરીને સીરીઝમાં લીડ મેળવી લીધી. ભારતે 28 બોલ બાકી રહેતા જીત નોંધાવી જે T20 ઇન્ટરનેશનલમાં 200 થી વધુ રન ચેઝ કરવાનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો, જેને ગયા વર્ષે ન્યુઝીલેન્ડની સામે 24 બોલ બાકી રહેતા 205 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.