ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Hyundai Bayon Launch: ડ્યુઅલ 12.3-ઇંચ સ્ક્રીનથી ADAS સુધી, આ SUVમાં મળશે શાનદાર ફીચર્સ!
5 ફોટો ગેલેરી
Last Updated: 04:44 PM, 26 October 2026
1/5
હ્યુન્ડાઈએ ભારતમાં પોતાની નવી કાર Bayonને લૉન્ચ કરી દીધી છે. આ મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં આવી છે અને કંપનીના પોર્ટફોલિયોમાં વેન્યુ અને ક્રેટા વચ્ચે સ્થાન પામી છે. ભારતમાં તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 9.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કારમાં 80થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે જેથી તે સેગમેન્ટની બીજી ગાડીઓને કડી ટક્કર આપી શકે.
2/5
બેયોનમાં સ્લીક LED DRL, ડ્યુઅલ LED પ્રોજેક્ટર્સ, જ્યોમેટ્રિક વ્હીલ આર્ચેસ, બ્રિજ-ટાઇપ રૂફ રેલ્સ અને H-Edge LED ટેલ-લેમ્પ્સ આપવામાં આવ્યા છે. ડાયમેન્શનની વાત કરીએ તો લંબાઈ 4,245 મિમી, પહોળાઈ 1,810 મિમી, ઊંચાઈ 1,605 મિમી અને વ્હીલબેઝ 2,600 મિમી છે. તેમાં 205 મિમીનું મોટું ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 505 લિટરનું બૂટ સ્પેસ મળે છે. કંપનીએ આ SUVને કુલ 7 વેરિઅન્ટ્સ HX2, HX3, HX3+, HX5, HX6, HX8 અને HX10માં રજૂ કરી છે. જેમાં કલર ઓપ્શન્સમાં કુલ 10 વિકલ્પો છે. જેમાં 6 સિંગલ ટોન, બે બ્લેક રૂફ અને બે મેટ કલર સામેલ છે.
ADVERTISEMENT
3/5
કેબિનમાં બે 12.3-ઇંચની કર્વ્ડ પેનોરેમિક સ્ક્રીન આપવામાં આવી છે, જે NVIDIAના હાર્ડવેર પર કામ કરે છે. તેમાં ભારતનું પહેલું જનરેટિવ AI વૉઇસ અસિસ્ટન્ટ છે, જે પરપ્લેક્સિટી અને સાઉન્ડહાઉન્ડ AI દ્વારા સંચાલિત છે અને 500થી વધુ વોઇસ કમાન્ડ્સ સમજી શકે છે. બીજા ફીચર્સમાં પેનોરેમિક સનરૂફ, 8-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, બોઝ ઓડિયો સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, વાયરલેસ ચાર્જર, C-ટાઇપ USB પોર્ટ અને 60:40 સ્પ્લિટ રિયર સીટ્સ મળે છે.
4/5
કારમાં 1,497 સીસીનું 4-સિલિન્ડર MPi નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 115 PS પાવર અને 143.8 Nm ટોર્ક આપે છે. ટ્રાન્સમિશનમાં 6-સ્પીડ મેન્યુઅલ અને iVT (ઓટોમેટિક) ગિયરબોક્સના ઓપ્શન છે. iVT મોડલમાં પેડલ શિફ્ટર્સ, ડેશ બૂસ્ટ મોડ અને ત્રણ રાઇડિંગ મોડ્સ એટલે કે ઇકો, નોર્મલ, સ્પોર્ટ મળે છે. માઇલેજ વધારવા માટે આઇડલ સ્ટોપ એન્ડ ગો ફીચર પણ છે.
ADVERTISEMENT
5/5
બધા વેરિઅન્ટ્સમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ-સ્ટાર્ટ અસિસ્ટ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સહિત 35થી વધુ સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ છે. જેના ટોપ વેરિઅન્ટ્સમાં 23 ડ્રાઇવર-અસિસ્ટ ફીચર્સવાળું સ્માર્ટસેન્સ લેવલ 2 પ્રો ADAS આપવામાં આવ્યું છે, જેમાં 3 રડાર અને 12 પાર્કિંગ સેન્સર્સ છે. આ સાથે 360-ડિગ્રી કેમેરા અને બધા ટાયરમાં ડિસ્ક બ્રેક્સ પણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ