બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / sourav ganguly virat kohli ms dhoni team india rishabh pant indian cricket

નિવેદન / આ ભારતીય પૂર્વ કેપ્ટનનું નિવેદન, 'કોહલીના હાથમાં છે ધોનીનું ભવિષ્ય'

Juhi

Last Updated: 10:17 AM, 1 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઇને મોટું નિવેદન આપ્યુ છે.

સૌરવ ગાંગુલી અનુસાર, સાઉથ આફ્રિકાના વિરુદ્ઘ 3 મેચોની ઘરેલૂ T-20 સીરિઝ માટે ધોનીને ના પસંદ કરવા પર બધા હૈરાન છે. 

સૌરવ ગાંગુલીએ આગળ કહ્યુ કે, ઇન્ટરનેશનલ લેવલ પર હવે ધોનીના ભવિષ્યને લઇને નિર્ણય ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટના હાથમાં છે. જ્યારે ધોનીને સાઉથ આફ્રિકા વિદુદ્ઘ થનારી T-20 સીરિઝમાં ના પસંદ કરવામાં આવ્યો તો મને આંચકો લાગ્યો હતો.

ટીમ ઇન્ડિયા પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યુ કે, ''વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર રિષભ પંતને પસંદ કરવા પરથી સાબિત થાય છે કે ટીમ મેનેજમેન્ટ હવે ભવિષ્ય તરફ જોઇ રહ્યુ છે. ટીમ મેનેજમેન્ટ પંતની સાથે જવા ઇચ્છે છે. આ વાત પરથી  અંદાજો આવી જાય કે , રિષભ પંતને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે પંસદ કરવામાં આવ્યો હતો. એવી જ રીતે જ્યારે ધોની યુવાન હતો ત્યારે તેને મૌકો આપવામાં આવ્યો હતો.''

સૌરવ ગાંગુલીએ આગળ કહ્યુ કે, મને લાગે છે ધોનીના ભવિષ્યને લઇને વિરાટ ઘણુ મહત્વ ધરાવે છે. વિરાટ ધોની સાથે શું વાત કરે છે તે કહેવુ મુશ્કેલ છે અને મને નથી લગાતુ કે કોઇએ આ વાતમાં રસ દાખવવો જોઇએ અને પોતાનું નિવેદન આપવુ જોઇએ. 

રિષભ પંતની સરખામણી ધોની સાથે કરવા પર ગાંગુલીએ કહ્યુ કે, ''રિષભ પંત અમે.એસ.ધોની નથી અને ન તો આગામી 3-4 વર્ષમાં બની શકશે. ધોનીને 'ધ એમ.એસ.ધોની' બનવામાં 15 વર્ષ લાગ્યા હતા, તે ટીમ ઇન્ડિયામાં ખાસ જગ્યા ધરાવે છે. રિષભ પંત એક શાનદાર ખિલાડી છે અને ટીમ ઇન્ડિયાએ તેના માટે ધૈર્ય રાખવુ પડશે. તમને જણાવી દઇએ કે, વિરાટ કોહલી ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બનવાની નજીક છે. જો ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ જમૈકા ટેસ્ટ જીતી જાય તો વિરાટના નામે 28 ટેસ્ટ જીત હશે અને તે ધોનીથી આગળ નીકળી જશે.''

આ સિવાય ગાંગુલીએ આગળ કહ્યુ કે, ''વિરાટ કોહલી શાનદાર કેપ્ટન છે, તે દિવસેને દિવસે સારો થતો જાય છે. IPL માં તેની ટીકા થઇ હતી. પરંતુ આ પછી મેં કહ્યુ હતુ કે, મને તેની કેપ્ટન્સી પર વિશ્વાસ છે. વર્લ્ડ કપમાં સારી કેપ્ટન્સી કરી હતી. જોકે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે સેમિફાઇનલમાં હારી ગયા. મને લાગે છે કે, એક કેપ્ટન તરીકે તે આગળ વધ્યો છે.''

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ