ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આજે સત્તાવાર રીતે BCCI ના 39મા અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે. વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે હવે સૌરવ ગાંગુલી પદ સંભાળશે. મુંબઇમાં BCCIના હેડક્વૉર્ટરમાં બુધવારે સવારે 11 વાગ્યાની આસપાસથી દાદાને બોર્ડની સમાન સોંપવામાં આવી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક બેઠકમાં આ દરમિયાન જય શાહ અને CoA પ્રમુખ વિનોદ રાય સહિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.
સૌરવ ગાંગુલીનો આ કાર્યકાળ 10 મહિનાનો હશે. લગભગ 30 મહિનાના લાંબા સમય પછી BCCI ને અધ્યક્ષ મળશે અને આ સિવાય બોર્ડના અન્ય સભ્યો પણ પોતાની જવાબદારી સંભાળશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દિકરા જય શાહ (ગુજરાત) સચિવ, ઉત્તરાખંડના મહિમ વર્મા ઉપાધ્યક્ષ, BCCI ના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય વિત્ત રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરના નાના ભાઇ અરૂણ ધૂમલ (હિમચાલ પ્રદેશ) કોષાધ્યક્ષ અને જયેશ જોર્જ (કેરળ) સંયુક્ત સચિવ બન્યા.
સૌરવ ગાંગુલી માત્ર દસ મહિના સુધી જ બોર્ડના અધ્યક્ષ રહેશે અને આગામી વર્ષ જૂલાઇમાં તેમનો કાર્યકાળ ખત્મ થઇ જશે. નવા નિયમો અનુસાર, કોઇ પણ સભ્ય સતત 6 વર્ષ જ ક્રિકેટ બોર્ડના કોઇ પદ પર રહી શકે છે. સૌરવ ગાંગુલી પાંચ વર્ષ 2 મહિના સુધી બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ હતા જેથી BCCI માં તેમનો કાર્યકાળ માત્ર 10 મહિનાનો રહેશે.
400 થી વધારે ઇન્ટરનેશનલ મેચ રમનારા પહેલા અધ્યક્ષ:
સૌરવ ગાંગુલી BCCI ના એક એવા અધ્યક્ષ હતા જેમની પાસે 400 થી વધારે ઇન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ છે. સૌરવ ગાંગુલીએ 424 મેચ રમી છે. આ પહેલા 1954 થી 1956 સુધી 3 ટેસ્ટ રમનારા મહારાજા ઑફ વિજયનગરમ જ ફૂલ ટાઇમ માટે અધ્યક્ષ હતા. જોકે 233 ઇન્ટરનેશનલ મેચ રમનારા સુનીલ ગવાસ્કર અને 34 મેચ રમનારા શિવલાલ યદાવે પણ બોર્ડનું નેતૃત્વ કર્યુ, પરંતુ બંને 2014 માં કેટલાક સમય માટે વચગાળાના અધ્યક્ષ જ હતા.