બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / SORRY, HAPPY BIRTHDAY DAD: 19-year-old commits suicide in Kota

રાજસ્થાન / SORRY, હેપ્પી બર્થ ડે પપ્પા: કોટામાં 19 વર્ષના યુવકે કર્યો આપઘાત, પંખામાં સ્પ્રિંગ હોવાથી મોઢા પર પોલીથીન બાંધી અને...

Priyakant

Last Updated: 01:41 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kota Suicide News: માફ કરજો, મેં જે પણ કર્યું છે, મેં મારી મરજીથી કર્યું છે. તેથી કૃપા કરીને મારા મિત્રો અને માતા-પિતાને ખલેલ પહોંચાડશો નહીં. હેપ્પી બર્થડે પપ્પા...

  • રાજસ્થાનના કોટામાં ફરી એક વાર વિદ્યાર્થીનો આપઘાત
  • પંખામાં સ્પ્રિંગ હોવાથી મોઢા પર પોલીથીન બાંધી કર્યો આપઘાત 
  • પરિવારે કહ્યું આ આત્મહત્યા નહિ પણ હત્યા 

રાજસ્થાનના કોટામાં ફરી એક વાર એક વિદ્યાર્થીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, કોટામાં ભણતા એક વિદ્યાર્થીની સુસાઈડ નોટમાં હૃદયદ્રાવક વાતો કરી જીવન ટૂંકાવી લીધું છે. આ સ્યુસાઇડ નોટમાં તેણે પિતાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી મોતને ભેટ્યો હતો. વિદ્યાર્થી મનજોત સિંહ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાનો રહેવાસી હતો. તે ડોક્ટર બનવા માટે કોટામાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યો હતો. આ તરફ હવે મૃતકના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોટામાં 19 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.

એપ્રિલ મહિનામાં 18 વર્ષનો મનજોત કોટા આવ્યો હતો. સ્થાનિક પોલીસને તેની આત્મહત્યાની માહિતી મળી તો તેઓ હોસ્ટેલ પહોંચ્યા. તે સમયે રૂમ અંદરથી બંધ હતો. વિદ્યાર્થીના મોઢા પર પોલીથીન બાંધી દેવામાં આવ્યું હતું અને હાથ પાછળ બાંધવામાં આવ્યા હતા. સવાલ એ થાય છે કે અભ્યાસ, રમવા અને સ્ટ્રેસ વગર ઉજવણી કરવાની ઉંમરમાં બાળકો આત્મહત્યા જેવું પગલું કેમ ભરે છે? આવી ઘટનાથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજ આઘાતમાં છે. આવી દરેક ઘટના બાદ સવાલ એ થાય છે કે બાળકે આવું કેમ કર્યું ? 

કોટાની મોટાભાગની હોસ્ટેલમાં સ્પ્રિંગ પંખા
આ વર્ષે અત્યાર સુધીમાં કોટામાં આત્મહત્યાના 19 કેસ નોંધાયા છે. યુપીમાં રહેતા વિદ્યાર્થીની આત્મહત્યાના મામલામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેના વિશે પોલીસ તપાસ કરી રહી છે. હોસ્ટેલમાં લગાવેલા પંખાની અંદર એક સ્પ્રિંગ હોય છે. પંખા પર વજન પડતાં જ તે નીચે આવી જાય છે. મોટાભાગે આ પંખો કોટામાં હોસ્ટેલમાં ઉપયોગમાં લેવાય છે. 

મોઢા પર પોલિથીન અને હાથમાં દોરડું 
આ તરફ જ્યારે વિદ્યાર્થી મનજોત પંખા સાથે આત્મહત્યા કરી શક્યો ન હતો ત્યારે તેણે પહેલા પોલીથીનથી માથું અને મોઢું ઢાંક્યું હતું. ત્યાર બાદ તેના ગળામાં દોરડા વડે પોલીથીન બાંધી દેવામાં આવ્યું જેથી તે શ્વાસ ન લઈ શકે. તે પછી તેણે તેના બંને હાથ પીઠ પાછળ દોરડા વડે બાંધી દીધા અને પલંગ પર સૂઈ ગયા. આ કારણે તે યોગ્ય રીતે શ્વાસ લઈ શકતો ન હતો.

વિદ્યાર્થીના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. આમાં વિદ્યાર્થીએ લખ્યું છે કે મારા પરિવાર અને મારા મિત્રોને હેરાન કરવામાં ન આવે. હું આ મારી સ્વતંત્ર ઇચ્છાથી કરી રહ્યો છું. આ સાથે વિદ્યાર્થીએ એમ પણ લખ્યું છે કે 'હેપ્પી બર્થ ડે પાપા'.

વિદ્યાર્થીના પરિવારે કહ્યું, હત્યા કરાઇ 
વિદ્યાર્થીના પરિવારજનો કોટા પહોંચી ગયા છે. તેમનો આરોપ છે કે, તેમના બાળકની હત્યા કરવામાં આવી છે. દરવાજો બંધ હતો, પરંતુ પાછળની બારીઓ તૂટેલી હતી. વિદ્યાર્થીની માતા અને પિતાએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને ન્યાયની અપીલ કરી છે.

વિદ્યાર્થીના મોં પર પોલીથીન નાખી તેના ગળામાં દોરડું બાંધવામાં આવ્યું હતું. પાછળથી હાથ બાંધેલા હતા. પરિવારજનોનું કહેવું છે કે તે આત્મહત્યા કેવી રીતે કરી શકે, તેની હત્યા કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ સુસાઈડ નોટ લખી શકે છે. પરિવારના સભ્યો સંસ્થા અને હોસ્ટે પર આરોપ લગાવી રહ્યા છે. વિદ્યાર્થીના સંબંધીઓ શબગૃહમાં હોબાળો મચાવી રહ્યા છે. જે રીતે વિદ્યાર્થીએ પોલીથીન વડે માથું અને મોઢું બાંધીને આત્મહત્યા કરી હતી, પોલીસ પણ મૃતદેહને મોર્ચરી સુધી લઈ ગઈ નહોતી. આ ઘટનાનું સંપૂર્ણ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

પોલીસ અધિકારીએ શું કહ્યું?
સમગ્ર મામલે વિજ્ઞાન નગર પોલીસ સ્ટેશનના અધિકારી દિવેશ ભારદ્વાજે જણાવ્યું કે, વિદ્યાર્થીનું નામ મનજોત છાબરા છે. તેની ઉંમર 18 વર્ષની છે. NEETની તૈયારી કરવા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી અને રૂમની તલાશી લેતાં એક સુસાઈડ નોટ મળી આવી હતી. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ