બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / વિશ્વ / બોલિવૂડ / sonu sood helped indian students trapped in ukraine

બોલિવુડ / સોનૂ સૂદે યુક્રેનમાં ફસાયેલ બાળકોની આ રીતે કરી મદદ, ભારત સરકારે પણ કર્યા વખાણ

Khevna

Last Updated: 11:07 AM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા સોનૂ સૂદ યુક્રેનમાં ફસાયેલ ભારતીય છાત્રોની મદદે આવ્યા. જાણો વિગતવાર

  • સોનૂ સૂદે કરી યુક્રેનમાં ફસાયલ ભારતીય છાત્રોની મદદ 
  • 'ભારત સરકારને ધન્યવાદ તથા સપોર્ટ ' સોનૂ સૂદ 
  • જાણો રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની શું છે પરિસ્થિતિ 

જંગ છે ચરમસીમા પર 

રશિયા તથા યુક્રેન વચ્ચે જંગ ચરમ સીમા પર છે. આ બંને દેશને લઈને દુનિયા વહેંચાયેલ પણ જોવા મળી રહી છે. ત્યાં જ બીજી બાજુ યુક્રેનમાં ભણી રહેલા ભારતીય છાત્રોને ત્યાંથી બહાર કાઢવા માટે ભારત સંભવ કોશિશ કરી રહ્યું છે. હવે યુક્રેનમાં ફસાયેલ છાત્રો માટે બોલિવુડ અભિનેતા સોનૂ સૂદે પણ હાથ આગળ વધાર્યો છે. સોનૂ સૂદ કોરોના કાળમાં પરેશાન, ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મદદ કરતા રહ્યા. 

સોનૂ સૂદ આવ્યા મદદે 

તેમને ઘણા લોકો પોતાના મસિહા પણ માને છે. આવામાં સોનૂ સૂદ યુક્રેનની સીમા પર ફસાયેલ છાત્રો માટે મસિહા જ બન્યા છે. આ વાતની જાણકારી ખુદ અભિનેતાએ જ આપી છે. તેમણે પોતાના આધિકારિક ટ્વીટર પર બે ટ્વીટ કર્યા જેથી સ્પષ્ટ થાય છે કે સોનૂ સૂદે યુક્રેનમાં ફસાયેલ લોકોની મદદ કરી છે. એક વ્યક્તિએ સોનૂ સૂદની મદદથી ભારત આવેલ છાત્રોનો વીડિયો પણ શેર કર્યો છે. 

સોનૂ સૂદનું ટ્વીટ 

આ વ્યક્તિનાં ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા અભિનેતા લખે છે કે આ તો મારું કર્તવ્ય છે, મને  ખુશી છે કે હું આ કરવા સક્ષમ હતો. ભારત સરકારનો ધન્યવાદ તથા સપોર્ટ, જય હિંદ. જ્યારે પોતાના બીજા ટ્વીટ પર સોનૂ સૂદ લખે છે કે યુક્રેનમાં આપણા છાત્રો માટે ખરાબ સમય તથા કદાચ અત્યાર સુધીનું મારું સૌથી અઘરું કામ. સૌભાગ્યથી અમે ઘણા છાત્રોને સીમા પાર કરીને સુરક્ષિત ક્ષેત્રમાં જાવામાં મદદ કરવામાં સફળ રહ્યા. આવો કોશિશ કરતા રહીએ. તેમને આપણી જરૂર છે. તમારી સહાયતા માટે ધન્યવાદ. 

પોતાના આ ટ્વીટમાં સોનૂ સૂદે રોમાનિયા, પોલેંડનાં દૂતાવાસને ટેગ કર્યા છે. સોશિયલ મીડિયા પર સોનૂ સૂદનું આ ટ્વીટ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. અભિનેતાનાં ફેંસ તેમના ટ્વીટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ અરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

શું છે હાલ પરિસ્થિતિ? 

વાત કરીએ રશિયા તથા યુક્રેન વચ્ચેનાં યુદ્ધની તો આજે યુદ્ધનોન આઠમો દિવસ છે. યુદ્ધ વચ્ચે એક વાર ફરી રશિયા તથા યુક્રેન વાતચીત કરશે. બંને દેશ વચ્ચે ગુરુવારે પોલેંડ-બેલારુસ બોર્ડર પર વાતચીત થશે. જ્યારે, આ વચ્ચે યુક્રેનમાં ફસાયેલ બારતીય નાગરીકોને બહાર લાવવા માટે ભારતીય વાયુ સેનાએ પણ અભિયાન ઝડપી કર્યું છે. 

ગુરુવારે પોલેંડથી ભારતીય વાયુ સેનાનો ત્રીજો C-17 વિમાન હિંડન એરપોર્ટ પહોંચ્યું.. કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ભટ્ટે ભારતીય નાગરીકોનું સ્વાગત કર્યું. આ વચ્ચે માસ્કોએ કહ્યું કે યુક્રેનમાં તેના 498 સૈનિક મરાયા છે. જોકે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર આંકડાઓ અનુસાર, અત્યાર સુધી યુક્રેનમાં 227  મૃત્યુ થઇ ચુક્યા છે જ્યારે 525 લોકો ઘાયલ છે. યુક્રેનમાં ફસાયેલ છાત્રોને લઈને ભારતીય વાયુસેનાનું ચોથું વિમાન બુખારેસ્ટથી હિંડન એરપોર્ટ પહોંચ્યું. એરપોર્ટ પર કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ભટ્ટે છાત્રોનું સ્વાગત કર્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ