ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Somnath temple resounded with Shiva sound of Bum Bum Bhole

મહાશિવરાત્રિ / 'બમ બમ ભોલે...'ના શિવ નાદથી ગૂંજ્યું સોમનાથ મંદિર, દર્શને જવા માંગતા હોવ તો આટલું જાણી લેજો

Published By: ParthB

Last Updated: 09:19 AM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું મુકી દેવામાં આવ્યુ છે. આ સાથે ચાર પ્રહરની વિશેષ મહાપૂજાનું આયોજન કરાયું છે.

ADVERTISEMENT

  •  પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભક્તોનો ધસારો
  • હર..હર..મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યુ
  • સતત 42 કલાક ભક્તો માટે ખુલ્લું રહેશે મંદિર

ભગવાન શિવની પજન અર્ચન કરવાનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રિ ત્યારે ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. શંકર દાદાના દર્શનનો લાભ લેવા માટે શિવ મંદિરોમાં ભક્તો ઉમટી પડશે. વહેલી સવારથી તમામ શિવાલયોમાં શ્રદ્ધુાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે . બીજી તરફ રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપુજા અને મહા આરતીનું પણ આયજન કરવામાં આવ્યું છે.

મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે

કોરોનાકાળને કારણે 2 વર્ષ બાદ સોમનાથમાં મહાશિવરાત્રી પર મંદિરમાં પ્રવેશ મળી રહ્યો છે. જેથી શિવરાત્રિ પહેલા જ  શિવ ભક્તો સોમનાથ તીર્થમાં ઉમટી રહ્યાં છે. સોમનાથ પરિસરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યું છે. બીજી તરફ મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મહાદેવનું મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યુ છે. સાથે રાત્રી દરમિયાન ચાર પ્રહરની વિશેષ મહાપૂજા અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યુ છે. 

મહાશિવરાત્રીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે. 

પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ મહાશિવરાત્રિને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.  આજના દિવસે શિવભક્તો સતત દર્શન કરી શકે અને ભક્તોને કોઇ અગવડ ન પડે તે માટે સોમનાથ મંદિરના દ્વારા સળંગ 42 કલાક સુધી ખુલ્લા રહેશે. સોમનાથ મંદિરમાં પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનું વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું. બીજી તરફ મહાશિવરાત્રીને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે..

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને રહેવા જમવા તેમજ દર્શન માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઇ છે. 

દેશ-વિદેશમાં વસતા ભાવિકો શિવરાત્રી પર્વ પર પોતાના ઘરે બેસી ઓમ નમઃ શિવાય મહામૃત્યુંજયના જાપ ઘરમાં જ કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર ખાસ વ્યવસ્થા કરી છે.મહામારીની ગાઈડલાઈન મુજબ ભાવિકોએ દર્શન કરવાના રહેશે.મંદિરની અંદર આરતી કે દર્શન સમયે ભાવિકો વધુ સમય ઉભા રહી નહી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Somnath Temple gujarat mahashivratri somnath mahadev ગુજરાતી ન્યૂઝ મહાશિવરાત્રી સોમનાથ મંદિર સોમનાથ મહાદેવ Somnath temple

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ