બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / somalia terrorists attack in mogadishu hotel by al qaeda and 30 killed in 30 hours

સોમાલિયા / મોગાદિશુની હોટેલમાં 30 કલાક ચાલ્યું મોતનું તાંડવ, 30 લોકોએ ગુમાવ્યો જીવ, આખરે આતંકીઓ ઠાર

Mayur

Last Updated: 08:18 AM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક પ્રખ્યાત હોટેલમાં આતંકી હુમલામાં 30 કલાક ચાલેલા ઓપરેશન બાદ સુરક્ષાદળોએ આતંકીઓને ઠાર કર્યા હતા. કુલ 30 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

  • સોમાલિયામાં આતંકી હુમલાનો મામલો
  • આતંકી હુમલામાં કુલ 40 લોકોના મોત
  • 30 કલાકના ઓપરેશન બાદ બંધકોને મુક્ત કરાવાયા
  • અલકાયદાના આતંકીઓએ હોટેલમાં કર્યો હતો હુમલો
  • મોગાદિશુમાં હોટેલમાં આતંકીઓએ કર્યો હતો હુમલો

સોમાલિયામાં આતંકી હુમલામાં કુલ 40 લોકોના મોત

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક પ્રખ્યાત હોટેલમાં આતંકીઓએ  હુમલો કર્યો હતો. જેમાં 30 ક્લાકનાં અંતે 30 લોકોના મોત થયા છે. આખરે સોમાલી સુરક્ષાદળોએ હોટલને કબજામાં લીધી હતી. આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહીમાં અનેક આતંકીઓ પણ ઠાર કરાયા છે. જો કે તેનો આંકડો હજુ સામે આવ્યો નથી. સોમાલિયાની સરકાર રવિવારે સવારે પ્રેસકોન્ફરન્સ કરશે એવી માહિતી મળી હતી. 

30 કલાકના ઓપરેશન બાદ બંધકોને મુક્ત કરાવાયા

આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ મુંબઈ હુમલાની પેઠે અંધાધૂંધ ફાયરિંગ કરીને લોકોની હત્યા કરી હતી અને અનેક લોકોને બંધક બનાવી લીધા હતા. શુક્રવારે સાંજે હોટલ પર અલ કાયદા સાથે સંકળાયેલ આ હુમલામાં બંદૂક અને બોમ્બ વડે ડઝન જેટલા લોકોને મારી નાખવામાં આવ્યા હતા અને અનેક ઘાયલ થયા હતા. 

અલકાયદાના આતંકીઓએ હોટેલમાં કર્યો હતો હુમલો

સોમાલિયાની રાજધાની મોગાદિશુની હોટેલ હયાતમાં  હુમલાખોરોએ બે કારમાં બોમ્બ વિસ્ફોટ કર્યો અને ગોળીબાર પણ કર્યો. જેમાં બે કાર બોમ્બમાં એક કાર હોટલની નજીકના અવરોધ સાથે અથડાઈ અને બીજી હોટલના ગેટ સાથે અથડાઈ. બંને કારમાં જોરદાર વિસ્ફોટના અવાજથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં અનેક જાનહાનિના અહેવાલ છે. હોટલની અંદર અનેક વિસ્ફોટોના અવાજ પણ સંભળાયા હતા.

 અલ-કાયદા અને અલ-શબાબે લીધી જવાબદારી 

સમાચાર એજન્સી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા અધિકારી અબ્દુકાદિર હસને કહ્યું કે હયાત હોટલ પર હુમલા બાદ સુરક્ષા દળો અને આતંકવાદી જૂથના આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ ગઈ છે. આતંકીઓ હજુ પણ હોટલની અંદર છુપાયેલા છે.  અલ-કાયદા સાથે જોડાયેલા જેહાદી જૂથ અલ-શબાબે હોટેલ હયાતમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે. તમને જણાવી દઈએ કે અલ-શબાબ લગભગ 15 વર્ષથી સોમાલિયાની કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઘાતક વિદ્રોહ ચલાવી રહ્યું છે.

નોંધનિય છે કે, સોમાલિયા સરકાર વિરુદ્ધ લાંબા સમયથી યુદ્ધ લડી રહેલા આ આતંકવાદી સંગઠનનો આ પહેલો હુમલો નથી. અલ શબાબે ભૂતકાળમાં મોગાદિશુ શહેરમાં અનેક ભયાનક વિસ્ફોટો કર્યા છે. આતંકવાદી સંગઠન અલ-શબાબની સ્થાપના 2006માં થઈ હતી. તે સમયે મોગાદિશુ શહેર યુનિયન ઓફ ઇસ્લામિક કોર્ટના નિયંત્રણ હેઠળ હતું, જે શરિયા અદાલતોની સંસ્થા છે. તેના વડા શરીફ શેખ અહમદ હતા. આ સંગઠનને 2006માં ઇથોપિયન સેનાએ પરાસ્ત કર્યું અને અલ-શબાબનો જન્મ થયો.અલ-શબાબ એ યુનિયન ઓફ ઇસ્લામિક કોર્ટની કટ્ટરપંથી શાખા છે.

ભારત સોમાલિયાના લોકો સાથે 
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં હયાત હોટલ પર અલ-શબાબ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરતા, ભારતે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને કહ્યું કે, આતંકવાદ સામેની લડાઈમાં ભારત સોમાલિયાની સરકાર અને લોકોની સાથે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ