બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Sita Ashtami Vrat on February 14: By doing these remedies you will get married instantly

આસ્થા / 14 ફેબ્રુઆરીએ સીતા અષ્ટમીનું વ્રત: આ ઉપાયો કરવાથી તુરંત બંધાઇ જશો લગ્નના બંધનમાં, જાણો વિધિ અને શુભ મૂહુર્ત

Megha

Last Updated: 08:51 AM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીતા અષ્ટમી: ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે માતા સીતાનો જન્મ થયો હતો. સીતા અષ્ટમીના દિવસે ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

  • વેલેન્ટાઈન ડે પર આવી રહી છે સીતા અષ્ટમી
  • ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ
  • વિવાહિત મહિલાઓ માટે સીતા અષ્ટમીનો દિવસ ખૂબ જ ખાસ

Sita Ashtami 2023: હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે માતા સીતાએ પૃથ્વી પર જન્મ લીધો હતો. આ દિવસને હાલ સીતા અષ્ટમી અથવા જાનકી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. જણાવી દઈએ કે આ દિવસે ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને આ વર્ષે દિવસ સીતા અષ્ટમી આવતીકાલે એટલે કે 14 ફેબ્રુઆરીએ એટલે કે વેલેન્ટાઈન ડે પર આવી રહી છે. સીતા અષ્ટમી સિવાય આ ફેબ્રુઆરીના એક જ અઠવાડિયામાં માસિક કાલાષ્ટમી, વિજયા એકાદશી, શનિ પ્રદોષ અને મહાશિવરાત્રી જેવા મોટા ઉપવાસ અને તહેવારો પણ આવવાના છે. 

વિવાહિત મહિલાઓ માટે સીતા અષ્ટમીનો દિવસ ખૂબ જ ખાસ
જ્યોતિષ અનુસાર સીતાષ્ટમી વ્રત રાખવાથી દાંપત્ય જીવનમાં સુખ આવે છે. સાથે જ જો પુરૂષો આ વ્રત રાખે છે તો તેમને એક આદર્શ જીવનસાથી અને ખભે ખભા મિલાવીને ચાલતી પત્ની મળે છે. એ જ રીતે છોકરીઓને પણ યોગ્ય જીવનસાથી મળે છે. આ સાથે જ હિંદુ ધર્મમાં વિવાહિત મહિલાઓ માટે સીતા અષ્ટમીનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જો તમે પણ સીતા અષ્ટમીનું વ્રત કર્યું છે તો જાણી લો કેવી રીતે પૂજા કરવી?

સીતાષ્ટમી પર આ રીતે કરો પૂજા 
સીતા અષ્ટમીના દિવસે સવારે સ્નાન વગેરે કર્યા પછી માતા સીતા અને ભગવાન રામને પ્રણામ કરીને ઉપવાસની શરૂઆત કરવી જોઈએ અને પૂજા શરૂ કરતા પહેલા પહેલા ભગવાન ગણપતિ અને માતા દુર્ગાની પૂજા કરવી એ પછી માતા સીતા અને ભગવાન રામની પૂજા કરવી જોઈએ. જણાવી દઈએ કે માતા સીતાની સામે પીળા ફૂલ, પીળા વસ્ત્રો અને શ્રૃંગારનો સામાન અર્પણ કરવી જોઈએ, આ પછી ભોગમાં પણ પીળી વસ્તુઓ ચઢાવી જોઈએ. માતા સીતાની આરતી કર્યા પછી “શ્રી જાનકી રામભ્યાં નમઃ” મંત્રનો 108 વાર જાપ કરો. સીતા અષ્ટમીના દિવસે ગોળમાંથી બનતી વાનગીઓ તૈયાર કરવી અને આ સાથે તેમને દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. નોંધનીય છે કે સાંજે પૂજા કર્યા પછી, આ વાનગીઓથી જ ઉપવાસ તોડવો જોઈએ. 

સીતાષ્ટમી પર બની રહ્યું છે આ શુભ મુહૂર્ત
જાનકી જયંતિ / સીતાષ્ટમી - 14 ફેબ્રુઆરી 2023 (મંગળવાર)
ફાલ્ગુન કૃષ્ણ અષ્ટમીની શરૂઆત - 13 ફેબ્રુઆરી 2023 સવારે 8:15 કલાકે
અષ્ટમી સમાપ્તી - 14 ફેબ્રુઆરી 2023 સવારે 7:40 કલાકે.
જાનકી જયંતિ પણ 14 ફેબ્રુઆરીએ ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવશે. 

શું છે સીતાના જન્મની કથા 
પૌરાણિક માન્યતાઓ અનુસાર સીતાને જનકનંદિની કહેવામાં આવે છે. તે રાજા જનકની પુત્રી હતી. દંતકથાઓ અનુસાર, એક વખત મિથિલા રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો હતો. લોકો ભૂખે મરવા લાગ્યા ત્યારપછી ઋષિમુનિઓની સલાહ પર રાજા જનકે યજ્ઞ કરાવ્યો અને પોતે ખેતર ખેડ્યું હતું. જએ સમયે તેઓ ખેતર ખેડતા હતા ત્યારે તેના હળની ટોચ એક જગ્યાએ ફસાઈ ગઈ હતી. એમને તે જગ્યા પણ ખોદી ત્યારે એક નવજાત બાળકી સોનાની પેટીમાં બંધ હતી. એ બાદ એમને એ છોકરીને દત્તક લીધી અને તેને પોતાની પુત્રી બનાવી અને તેનું નામ સીતા રાખ્યું હતું અને આમ ભૂમિમાંથી સીતાનો જન્મ થયો હતો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ