બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / signal school successfully started today vtv reality check

VIDEO / ભિક્ષા છોડીને સિગ્નલ સ્કૂલમાં શિક્ષા લેવા પહોંચ્યા અમદાવાદના બાળકો, વીડિયો જોઈને તમે પણ કરશો વખાણ

Khyati

Last Updated: 03:33 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભિક્ષા નહી શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત સિગ્નલ સ્કૂલનો પ્રથમ દિવસ રહ્યો સફળ, બાળકો હોંશે હોંશે ભણવા આવ્યા

  • અમદાવાદમાં ભિક્ષા નહી શિક્ષા પ્રોજેક્ટની શરુઆત
  • સિગ્નલ સ્કૂલ અંગે VTVનું રિયાલીટી ચેક
  • પ્રથમ દિવસે મળ્યો સારો પ્રતિસાદ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારના સહયોગથી સિગ્ન સ્કૂલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  રવિવારે રાજ્યના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભિક્ષા નહી શિક્ષા પ્રોજેક્ટની શરુઆત કરવામાં આવી હતી. જેના પ્રથમ દિવસે  આ પ્રોજેક્ટનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે તે જાણવા માટે વીટીવી દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યુ હતું.

સિગ્નલ સ્કૂલ અંગે vtvનું રિયાલીટી ચેક

અમદાવાદના વિવિધ ક્રોસ રોડ પર પીળા રંગની એક બસ ઉભેલી દેખાશે. આ બસ એ હાલતી ચાલતી શાળા જ છે. જેને સિગ્નલ સ્કૂલ નામ આપવામાં આવ્યુ છે. જે બાળકો ભિક્ષાવૃત્તિ સાથે જોડાયેલા છે. સિગ્નલ પર ભિક્ષા માગતા દેખાય છે તેવા બાળકોને આ બસમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.  ભિક્ષા નહી શિક્ષા પ્રોજેક્ટની શરુઆત તો થઇ પરંતુ શું બાળકો ભણે છે ખરા ?  શું બસમાં શિક્ષકો હાજર હોય છે ? આ તમામ સવાલોને લઇને વીટીવી દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યુ હતું..મહત્વનુ છે કે અમદાવાદના 10 સ્થળો પર સિગ્નલ સ્કૂલની શરુઆત કરવામાં આવી છે.

 

ભિક્ષા નહી શિક્ષા પ્રોજેક્ટની સફળ શરુઆત

વીટીવી રિયાલીટી ચેકમાં સામે આવ્યુ કે સિગ્નલ સ્કૂલને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.  સિગ્નલ પર જે બાળકો ભિક્ષા માગતા હતા તેઓને સ્માર્ટ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. બસમાં ટીવી, લેપટોપ સહિત જરુરી તમામ સુવિધાઓ છે. બે શિક્ષકો છે જે બાળકોને ભણાવી રહ્યા છે એટલે કે કહી શકાય કે AMC દ્રારા શરુ કરવામાં આવેલો આ પ્રોજેક્ટ સફળ રહ્યો છે.

બસમાં હાઇટેક અને સ્માર્ટ એજ્યુકેશન

સિગ્નલ શાળા શરૂ કરવા માટે રૂ 2.35 કરોડ ફાળવવામાં આવ્યાં છે. જે હેઠળ 10 સિગ્નલ સ્કૂલમાં 139 બાળકોને ભણાવવામાં આવશે. સિગ્નલ સ્કૂલમાં વાઇ-ફાઇ, LED ટીવી અને CCTV કેમેરા સહિતની સુવિધાઓ પણ ઉપલ્બધ છે. શહેરના અલગ-અલગ સિગ્નલ પર સવાર-સાંજના સમયે સિગ્નલ સ્કૂલ મારફતે શિક્ષણ આપવામાં આવશે. સિગ્નલ સ્કૂલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં બસની અંદર જ બ્લેકબોર્ડ, શિક્ષક માટે ટેબલ-ખુરશી, LED ટીવી, સીસીટીવી, પીવાનું પાણી, મીની પંખા તેમજ વાઇફાઇ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. તમને જણાવી દઇએ કે, સિગ્નલ સ્કૂલો માટે એએમટીએસ પાસેથી બસો મેળવીને તેમાં સુધારા વધારા કરીને હરતી ફરતી સ્કૂલો બનાવવામાં આવી છે. આ સિગ્નલ સ્કૂલો જે-તે સિગ્નલ અથવા તો નક્કી કરેલા જંકશન ખાતે ઉભી રાખીને  બાળકોને ભણાવવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ