બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું તમને પણ બેડ નીચે ફોન રાખીને સૂવાની છે આદત? તો ચેતી જજો, જાણો કારણ

ટેક્નોલોજી / શું તમને પણ બેડ નીચે ફોન રાખીને સૂવાની છે આદત? તો ચેતી જજો, જાણો કારણ

Last Updated: 09:30 AM, 29 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને ફોનનો ઉપયોગ કરતી વખતે ઊંઘ આવી જાય છે, તો થઈ જજો સાવધાન. તો ચાલો જાણો કે, શું થઈ શકે છે નુકસાન અને ફોનને કેટલા અંતરે રાખવો?

હવે બાળકોથી લઈને માતા-પિતા સુધી અને સિનિયર સિટિઝન સુધી દરેકના હાથમાં ફોન જોવા મળે છે. લોકો કલાકો સુધી મોબાઈલ વાપરતા હોય છે અને એમાંય આખો દિવસ ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ પર શોર્ટ્સ જોતાં હોય છે. બીજી બાજુ કેટલાક લોકો પ્રોફેશનલ કામ માટે પણ 24 કલાક ફોન પોતાની સાથે રાખે છે.

વાસ્તવમાં જોઈએ તો, સ્માર્ટફોનનો ઉપયોગ આપણા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. સૂતી વખતે કેટલાક લોકો ફોનને માથા પર કે હાથ પર રાખીને સૂઈ જાય છે, જેનાથી આપણા શરીરને નુકસાન થઈ શકે છે.

સ્માર્ટફોન કેટલો ખતરનાક?

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સ્માર્ટફોન ખૂબ જ ખતરનાક છે. તેમાંથી નીકળતા રેડીએશન આપણા શરીર પર વિપરીત અસર કરે છે. આથી શક્ય હોય તેટલો મોબાઈલ ફોન તમારાથી દૂર રાખો. વધુ સ્ક્રીન પર ટાઈમ આપશો તો તેનાથી આંખો પણ ખરાબ થશે અને જોવાની ક્ષમતા પણ નબળી થઈ જશે. તદુપરાંત ઊંઘ સંબંધિત સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે છે. વધુ પડતો ઉપયોગ માનસિક તણાવ વધારે છે અને ભૂલવાની બિમારી પણ થઈ શકે છે.

વધુ વાંચો: Telegram યુઝર્સ સાવધાન! તમારી એક ભૂલ અને બેંક એકાઉન્ટ ખાલીખમ, જોઇ લેજો આ Video

સૂતી વખતે ફોન કઈ જગ્યા પર રાખવો?

કેટલાક લોકો ફોનનો ઉપયોગ કરતી વખતે તેને પોતાની આસપાસ રાખે છે, પરંતુ આ યોગ્ય વિકલ્પ નથી. વ્યક્તિએ ફોનને પોતાનાથી 3 થી 4 ફૂટના અંતરે રાખીને સૂવું જોઈએ. જો તમે તમારા ફોનને તકિયા નીચે, હાથની પાસે અથવા પલંગ પર રાખીને સૂતા હોવ છો તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે.

કઈ બાબતોનું ધ્યાન રાખી શકો?

સૂતી વખતે ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. ડૉક્ટરો પણ સૂવાના 2 થી 3 કલાક પહેલાં ફોન અથવા અન્ય ગેજેટ્સથી દૂર રહેવાની સલાહ આપે છે. જો તમને રાત્રે ફોન વાપરવાનો સમય મળે છે, તો કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. ફોનની સ્ક્રીન અને આંખો વચ્ચે અંતર રાખો. ફોનને નાઈટ મોડ પર રાખો અને પછી જ વાપરો. આંખોના પલકારા ઝબકાવતા રહો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health News Mobile Radiation Limit Smartphone Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ