બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / Shubman's century kept colour, Australia still ahead Team India in strong position see highlights

IND vs AUS 3rd Day / શુભમનની સદીએ રંગ રાખ્યો, ઓસ્ટ્રેલિયા હજુ આગળ પણ ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં, જુઓ હાઈલાઈટ્સ

Manisha Jogi

Last Updated: 06:33 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની છેલ્લી મેચ રમાઈ રહી છે. શુભમન ગિલની સદીથી ભારત મજબૂત સ્થિતિમાં પહોંચ્યું.

  • ભારતે પહેલી ઈનિંગમાં 289 રન કર્યા
  • શુભમન ગિલે ટેસ્ટ કરિઅરની બીજા સદી ફટકારી
  • ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 480 રન કર્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની છેલ્લી અને અંતિમ મેચ રમવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં ઉસ્માન ખ્વાજાના 180 રનની ઈનિંગની મદદથી પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા, તો ભારતે પહેલી ઈનિંગમાં 289 રન કર્યા છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અંતિમ મેચના ત્રીજા દિવસે શુભમન ગિલે ટેસ્ટ કરિઅરની બીજા સદી ફટકારી છે. શુભમન ગિલે 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 101 રનની ઈનિંગ કરી છે. શુભમન ગિલ ભારતીય ટીમનો સ્ટાર યુવા બેટ્સમેન છે.  અગાઉ શુભમન ગિલે વર્ષ 2023માં T20 સદી અને વનડેમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે.  

શુભમન ગિલે ટેસ્ટ કરિઅરમાં બીજી સદી મારી છે. અગાઉ શુભમન ગિલે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં, ટેસ્ટ કેરિયરની પહેલી સદી ફટકારી હતી, આજે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ટેસ્ટ કરિઅરની બીજી ટેસ્ટ સદી  કરી છે. આ વર્ષે 3 મહિનામાં ત્રણેય ફોર્મેટમાં સદીની ઇનિંગ્સ રમીને શુભમન ગિલે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.  વર્ષ 2023માં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર શુભમન ગિલ પ્રથમ બેટ્સમેન બની ગયો છે. શુભમન ગિલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જ ન્યૂઝીલેન્ડ સામે 54 બોલમાં T20 આંતરરાષ્ટ્રીય કરિઅરની સદી પૂરી કરી હતી. 

ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 480 રન કર્યા હતા, જ્યારે ભારતે પહેલી ઈનિંગમાં 289 રન કર્યા છે અને ત્રણ વિકેટ ગુમાવી છે. શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું છે સદી ફટકારી છે. વિરાટ કોહલીએ એક વર્ષ કરતા વધુ સમય પછી પહેલી વાર અડધી સદી ફટકારી છે. 

પહેલા બે દિવસની સરખામણીએ ત્રીજા દિવસે સ્પિનરોને થોડી મદદ મળવાની શરૂ થઈ છે. ભારતીય બેટ્સમેનોએ નાથન લાયનના અનેક બોલ પર છગ્ગા ફટકાર્યા છે. ઓસ્ટ્રેલિયાની તગડી બોલિંગ અને ટાઈટ ફીલ્ડિંગના કારણે ભારત ખુલીને રમી શક્યું નથી. ઓસ્ટ્રેલિયા હજુ પણ 191 રનથી પાછળ છે. 

અમદાવાદ ટેસ્ટ મેચ

ભારતીય ટીમે અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે દબદબો જાળવી રાખ્યો છે અને 3 વિકેટ ગુમાવીને 253 રન કર્યા છે. ભારતીય ટીમે ત્રણ સેશનમાં એક એક વિકેટ ગુમાવી છે. પહેલા સેશનમાં રોહિત શર્મા, બીજા સેશનમાં ચેતેશ્વર પૂજારા અને ત્રીજા સેશનમાં શુભમન ગિલ સદી ફટકારીને આઉટ થયા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ