બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shanichari amavasya 2022 upay do these remedies on shani amavasya surya grahan

શનિ આરાધના / આ શનિવારે અમાસ હોવાથી કરો આ ઉપાય, શનિદેવની કૃપાથી થશે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ

Premal

Last Updated: 02:02 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસનું ઘણુ વધારે મહત્વ છે. આ દિવસે શનિવાર હોવાના કારણે અમાસને શનિશ્ચરી અમાસના નામથી જાણવામાં આવશે. આ દિવસે ન્યાયના દેવતા શનિની પૂજા વિધિ-વિધાન પૂર્વક કરવામાં આવશે.

  • વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસનું ઘણુ વધારે મહત્વ
  • ન્યાયના દેવતા શનિની પૂજા વિધિ પૂર્વક કરવામાં આવશે
  • કરો આ ઉપાય, જીવનના તમામ દુ:ખો થશે દૂર

શનિશ્ચરી અમાસનું શુભમૂહુર્ત 

માન્યતા છે કે શનિદેવ માણસને કર્મોના હિસાબ પ્રમાણે સારું અથવા ખરાબ ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, અમાસના દિવસે કેટલાંક ખાસ ઉપાય કરીને જીવનની દરેક પરેશાનીમાંથી છૂટકારો મેળવી શકો છો. વૈશાખ અમાસ શનિવારે 30 એપ્રિલ બપોરે 12 વાગ્યેને 59 મિનિટથી શરૂ થઇને 1 મે બપોરે 1 વાગ્યેને 59 મિનિટે પૂર્ણ થશે. 30 એપ્રિલે ઉદયા તિથિ હોવાના કારણે આ દિવસે પૂજા-અર્ચના કરવામાં આવશે. 

શનિ અમાવસ્યાના દિવસે કરો આ ઉપાય 

  1. શનિ અમાસના દિવસે શનિદેવની સાથે-સાથે ભગવાન હનુમાનજીની પૂજા કરવી લાભકારી સાબિત થશે. આ દિવસે હનુમાનજીને બૂંદીના લાડ્ડુ અથવા પછી ચણાની દાળ અને ગોળનો પ્રસાદ ચઢાવો. જેનાથી બજરંગબલીની કૃપા પ્રાપ્ત થશે. 
  2. દરેક પ્રકારના દુ:ખમાંથી છૂટકારો મેળવવા માટે શનિશ્ચરી અમાસના દિવસે સાત મુખી રૂદ્રાક્ષને ગંગાજળથી ધોઈને 108 વખત ઓમ પ્રાં પ્રીં પ્રોં સ: શનૈશ્ચરાય નમ: અથવા પછી ઓમ શં શનૈશ્ચરાય નમ: મંત્રનો જાપ કર્યા બાદ ધારણ કરી લો. 
  3. સુખ-સમૃદ્ધી માટે શનિશ્ચરી અમાસના એક દિવસ પહેલા એટલેકે શુક્રવારના દિવસે કાળા કપડામાં કાળી અડદને બાંધીને નજીકમાં રાખી ઊંઘી જાઓ. પછી અમાસના દિવસે કોઈ શનિ મંદિરમાં જઇને મુકી દો. ત્યારબાદ સાંજના સમયે સુરમાની એક શીશી લઇને આખા શરીરે ફેરવીને 9 વખત ઉતારી લો અને કોઈ સુમસામ જગ્યાએ દાટી દો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ