બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેર બજારને 'શુક્રવાર' ન ફળ્યો! સેન્સેક્સ 1000 પોઇન્ટ પર ધડામ, રૂપિયો પણ નબળો પડ્યો

બિઝનેસ / શેર બજારને 'શુક્રવાર' ન ફળ્યો! સેન્સેક્સ 1000 પોઇન્ટ પર ધડામ, રૂપિયો પણ નબળો પડ્યો

Pravin Joshi

Last Updated: 04:26 PM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે સેન્સેક્સ 1,050 પોઇન્ટ અને નિફ્ટી 300 પોઇન્ટથી વધુ તૂટી જતા રોકાણકારોના ₹5.5 લાખ કરોડથી વધુ ડૂબ્યા. FII ની ₹3,466 કરોડની વેચવાલી, નબળા ગ્લોબલ માર્કેટ, US-ઈરાન તણાવ અને રૂપિયામાં ઘટાડા જેવા પરિબળો કારણે બજારમાં ભારે દબાણ જોવા મળ્યું.

શુક્રવારે ભારતીય શેર બજારમાં ભારે હાહાકાર મચ્યો હતો અને રોકાણકારોને મોટો ઝાટકો લાગ્યો હતો. સપ્તાહના છેલ્લાં ટ્રેડિંગ સેશનમાં બજારમાં જોરદાર વેચવાલી જોવા મળી, જેના કારણે BSE સેન્સેક્સ લગભગ 1,050 પોઇન્ટ તૂટી ગયો અને 81,159 ના સ્તરે આવી ગયો. સાથે જ નિફ્ટી 50 પણ 300 પોઇન્ટથી વધુ લપસી 25,200 ની નીચે ટ્રેડ થતો રહ્યો.

Stock-Market

આ સતત બીજા સેશનમાં આવી ભારે ઘટાડો નોંધાયો હતો. FMCG, Auto, Realty અને Pharma સેક્ટરમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું. આ તીવ્ર ઘટાડાને કારણે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને લગભગ ₹463 લાખ કરોડ પર આવી ગયું. અહેવાલો અનુસાર રોકાણકારોના ₹5.5 લાખ કરોડથી વધુ સ્વાહા થઈ ગયા.

સેન્સેક્સ પર ટોપ લૂઝર્સમાં Sun Pharmaceutical Industries, Mahindra & Mahindra, Bharti Airtel અને Bajaj Finserv ના શેર સામેલ રહ્યા. IT સેક્ટરમાં શરૂઆતમાં તેજી જોવા મળી હતી, પરંતુ દિવસના અંત સુધીમાં મોટાભાગની કંપનીઓએ પોતાની વધારાની કમાણી ગુમાવી. Infosys અને HCL Technologies થોડા ગેઇનર્સ રહ્યા, જ્યારે Tata Consultancy Services નુકસાનમાં ચાલી ગઈ.

Stock Market

બજારમાં આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ વિદેશી સંસ્થાગત રોકાણકારો એટલે કે FII ની ભારે વેચવાલી માનવામાં આવી રહી છે. NSE ના ડેટા અનુસાર FII એ અંદાજે ₹3,466 કરોડના ભારતીય શેર વેચ્યા. જોકે DII એ ગુરુવારે ₹5,032 કરોડના શેર ખરીદ્યા હતા, છતાં પણ બજાર પર વેચવાલીનું દબાણ યથાવત રહ્યું.

વૈશ્વિક બજારોમાં પણ નબળાઈ જોવા મળી. US માં NASDAQ Composite નીચે બંધ થયો કારણ કે ટેક રેલી પોતાની ગતિ જાળવી રાખવામાં નિષ્ફળ રહી. દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની Nvidia ના શેરમાં 5% નો ઘટાડો નોંધાયો, જ્યારે Alphabet Inc. ના શેર લગભગ 2% તૂટી ગયા. Amazon 1% થી વધુ નીચે રહ્યો અને Advanced Micro Devices 3% થી વધુ લપસ્યો. જોકે સારા કમાણીના આંકડાને કારણે Salesforce 4% થી વધુ વધ્યો.

stock-market-simple-2

જીઓ-પોલિટિકલ તણાવ પણ બજારના સેન્ટિમેન્ટ પર અસરકારક રહ્યો. US અને ઈરાન વચ્ચે ન્યુક્લિયર પ્રોગ્રામ મુદ્દે પરોક્ષ ચર્ચા થઈ, પરંતુ કોઈ ડીલ ન થતા અનિશ્ચિતતા વધતી જોવા મળી. US પ્રમુખ Donald Trump ની આગેવાની હેઠળની સરકારે વિસ્તારમાં એરક્રાફ્ટ અને વોરશિપ તૈનાત કર્યા હોવાનું અહેવાલ છે. અગાઉ ટ્રમ્પે ઈરાનને 10-15 દિવસમાં ડીલ કરવા ચેતવણી આપી હતી, નહિતર ગંભીર પરિણામોની વાત કરી હતી. આ તણાવે વૈશ્વિક બજારોમાં ભયનો માહોલ ઊભો કર્યો.

આ પણ વાંચો: Samsung Galaxy S26 Ultra ફોન ઈન્ડિયામાં લોન્ચ, મળશે ધમાકેદાર ફીચર્સ, જાણો કિંમત

ડોલરની વધતી માંગને કારણે ભારતીય રૂપિયામાં પણ નબળાઈ નોંધાઈ. રૂપિયા US Dollar સામે $90.9475 પર ખુલ્યો, જે અગાઉના બંધ સ્તર $90.9050 કરતાં થોડો કમજોર રહ્યો. કરન્સી માર્કેટમાં આ હલચલથી પણ ઇક્વિટી બજારમાં દબાણ વધ્યું. આ તમામ પરિબળોના સંયુક્ત પ્રભાવથી ભારતીય શેર બજાર ‘લહૂલુહાન’ થઈ ગયું. રોકાણકારો માટે આ દિવસ ભારે નુકસાનકારક રહ્યો, જ્યારે વિશ્લેષકોનું માનવું છે કે વૈશ્વિક સંકેતો અને FII ની ચાલ પર આગામી સેશનમાં પણ નજર રાખવી જરૂરી રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndianMarket SensexDown StockMarketCrash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ