બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Samsung Galaxy S26 Ultra ફોન ઈન્ડિયામાં લોન્ચ, મળશે ધમાકેદાર ફીચર્સ, જાણો કિંમત
Last Updated: 11:09 AM, 26 February 2026
Samsung Galaxy: અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો 'Galaxy Unpacked' ઇવેન્ટ દરમિયાન Samsung Electronics એ તેની નવું ફ્લેગશીપ Galaxy S26 અંતર્ગત 3 મોડલ્સ રજૂ કર્યા છે જેમાં S26, S26+, S26 Ultra નો સમાવેશ થાય છે. સેમસંગએ 126 GB ના વેરિયન્સ બંધ કરી દીધા છે અને જેના લીધે આ ફોનની શરૂઆતની કિંમતમાં વધારો થયો છે. હવે આ બેઝ મોડલ્સ 256GB થી શરૂ થશે. જેના પ્રી ઓર્ડર શરૂ થઈ ગયા છે અને આનું ઓફિશિયલ સેલ 11 માર્ચથી શરૂ થશે.
ADVERTISEMENT
Samsung Galaxy S26 Plus અને Samsung Galaxy S26 Ultra આ બે વેરિયન્ટમાં કંપનીએ આ વખતે માત્ર ડિઝાઇન કે કેમેરા જ નહીં પણ સિક્યોરીટી અને AIના અનુભવ પર પણ ખાસ ફોકસ કર્યું છે. ખાસ કરીને Ultra મોડલમાં એક નવું ફીચર Privacy Displayનું આપવામાં આવ્યું છે. જે બાકી ફોનથી અલગ છે.
ADVERTISEMENT
Galaxy S26 Ultra ની સૌથી મોટી ખાસિયત તેની બિલ્ટ ઇન પ્રાઈવસી ડિસ્પ્લે છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોનમાં આપવામાં આવેલું આ ફીચર ટેક દુનિયામાં પહેકું એવું ફીચર છે. આ ફીચર ખાસ કરીને પબ્લિક પ્લેસીસ જેવી કે મેટ્રો, બસ. કેફે કે એરપોર્ટ પર કામ આવી શકે છે. આ ડિસ્પ્લે હાર્ડવેર અને સોફ્ટવેરના કોમ્બિનેશનથી કામ કરે છે અને સ્ક્રીનની સામે બેઠેલા યુઝરને ક્લિયર ડિસ્પ્લે આવે છે અને સાઈડ એંગલથી જોવા પર સ્ક્રીન સ્પષ્ટ નજર આવશે નહીં. જેં લીધે પર્સનલ માહિતી પણ સેફ રહે છે. આની ખાસ વાત એ છે કે આન લીધે યુઝરના મોબાઈલ વાપરવાના અનુભવને કોઈ અસર થશે નહીં.
ADVERTISEMENT

ADVERTISEMENT
Galaxy S26 Ultra માત્ર સિક્યોરીટીમાં જ નહીં પણ પરફોર્મન્સમાં પણ દમદાર છે. આ અત્યાર સુધીનો સૌથી પાતળો Ultra ફોન છે જેની જાડાઈ માત્ર 7.9mm છે. જેમાં Qualcomm Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે Galaxy S26 અને S26 Plus માં Exynos 2600 ચિપસેટ મળે છે. બેટરીની વાત કરીએ તો Ultra માં 5000mAh ની બેટરી આપવામાં આવી છે જે 60W વાયર્ડને ચાર્જિંગ સ્પોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ફોન માત્ર 30 મિનિટમાં 75% ચાર્જ થઈ જાય છે અને આ ઉપરાંત તેને 25W નું વાયરલેસ ચાર્જિંગ સ્પોર્ટ પણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.