બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Scorching heat continues to rage in the state

હીટવેવ / 42.2 ડિગ્રી સાથે અમરેલી બન્યું ગુજરાતનું હોટેસ્ટ સિટી, આજે પણ યલો એલર્ટ, જાણો લૂથી બચવાના ઉપાય

Vishal Khamar

Last Updated: 10:35 AM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઉનાળામાં ગરમીએ માઝા મુકી છે. અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરમાં આજે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો હતો જ્યારે 42.2 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આજે પોરબંદર, જુનાગઢમાં હીટવેવની આગાહી કરી છે.

આજે અમદાવાદમાં 41.06 ડિગ્રી મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘડાટો થયો છે. બુધવારની સરખામણીએ તાપમાનમાં થોડી રાહત અનુભવશો. આગામી તા. 19 થી 22 એપ્રિલ દરમ્યાન તાપમાન 40 ડિગ્રી રહેશે. ખાનગી સંસ્થા દ્વારા પણ કરેલ આગાહી અનુસાર તા. 19 થી 23 એપ્રિલ દરમ્યાન રાજ્યમાં તાપમાનનો પારો 36 થી 38 ડિગ્રી નોંધાઈ શકે છે. 24 એપ્રિલ બાદ રાજ્યમાં તાપમાનનું જોર વધશે. 

આગામી 3 દિવસ રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા
ગત રાત્રિએ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 4.7 ડિગ્રી વધીને 29 ડિગ્રી નોંધાયું હતું. લોકોએ રાત્રિમાં પણ ગરમીનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં રાજકોટ, વડોદરાનું તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આગામી 3 દિવસ રાજકોટમાં 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.  

સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરાયો
કાળઝાળ ગરમીનાં પગલે હીટ સ્ટ્રોકનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ ઉભો કરાયો છે. ર્ડાક્ટરોનાં દ્વારા વૃદ્ધો અને બાળકોને બપોરનાં સમયે બહાર ન નીકળવા સૂચન કરવામાં આવ્યું છે. 

ઉનાળાની ગરમીમાં લૂ લાગવા (હિટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવાનાં આરોગ્યલક્ષી ઉપાયો

  • ઘરની બહાર હોવ ત્યરે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
  • વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો
  • તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પાવાનો આગ્રહ રાખો
  • આંખોનાં રક્ષણ માટે સન ગ્લાસીસ અને લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળિયેર પાણી સહિતનાં પીણાંનું સેવન કરો
  • ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી
  • બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી

આટલું  કરશો

  • બપોરનાં 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તડકામાં ન જવું,  ઉઘાડા પગે બહાર ન જવું
  • બપોરનાં સમયે બહાર હોય ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃતિ ન કરવી
  • બપોરનાં સમયે રસોઈ કરવાનું ટાળો અને રસોડાનાં બારી અને બારણાં ખુલ્લા રાખો
  • શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘડાટે તેવા ચા, કોફી કે સોફ્ટ ડ્રિંક ન લેવા
  • પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહાર ન લેવા

થોડી વધુ સાવચેતી

  • શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો
  • ઘરગથ્થુ ઉપાય જેવા કે કાચી કેરી સાથે ડુંગળીમાં ધાણાજીરૂ નાંખેલું કચુંબર "લૂ" સામે રક્ષણ આપે છે.
  • સૂક, પાંદડા, ખેતીનો કે અન્ય કરચો બાળશો નહીં.
  • ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુક્ર, બળતણ અને ઊર્જાનાં વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ કરવો

વધુ વાંચોઃ ઉમેદવારી નોંધાવતા પહેલા લોકસભાના હોદ્દેદારો સાથે અમિત શાહની આજે બેઠક, CR પાટીલ સહિત દિગ્ગજો ભરશે ફોર્મ

ખેડૂતો અને પશુપાલકોએ નીચે મુજબની સાવચેતી રાખવી

  • વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો
  • પાકનાં વિકાસનાં મહત્વનાં સ્તરે સિંચાઈની માત્રા વધારો
  • નિંદામણ કરીને જમીનનાં ભેજનું પ્રમાણ જાળવો
  • પશુઓને છાંડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠુંડું પાણી પુષ્કળ પ્રમાણમાં આપો
  • પશુઓને સવારનાં 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બહાર કાઢવાનું ટાળો.
  • મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવો અને હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.
  • પશુઓને આહારમાં લીલી ચારો આપો અને પ્રોટીન ચરબી વગરનો તથા ખનીજ દ્રવ્ય યુક્ત ખોરાક આપો.
  • પશુઓનાં આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો તેમજ આશ્રય સ્થાનને છાણ, માટી અથવા સફેદ રંગથી રંગો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ