બ્રેકિંગ ન્યુઝ
ParthB
Last Updated: 02:03 PM, 7 June 2021
ADVERTISEMENT
190 લાખ વર્ષ જૂનો પોપટ
દુનિયામાં જો સૌથી જૂના અને પ્રજાતિ લુપ્ત થઈ ગઈ હોય તેવી પ્રજાતિની વાત કરીએ તો મગજમાં એક જ જાનવરનું ચિત્ર ઉપસી આવે અને એ છે ડાયનોસોર. પણ જો તમને એમ કહેવામાં આવે કે દુનિયામાં 190 લાખ વર્ષ જૂનો પોપટ મળ્યો છે તો શું તમે વિશ્વાસ કરશો? વાંચીને હજી તમને ઘણું અજુગતું લાગશે પણ આ ચોંકાવનારી ખબર તદ્દન સાચી છે અને આ વિશેની માહિતી જાણીને તમે પણ ચોંકી જશો.
વૈજ્ઞાનિકોને ન્યૂઝીલેન્ડમાં લગભગ 190 લાખ વર્ષ જૂના પોપટના હાડકાં મળ્યા
ADVERTISEMENT
કેટલીક વાર વૈજ્ઞાનિકોને પોતાની શોધમાં એવી એવી જાણકારી મળે છે કે જે જાણ્યા બાદ તેઓ પોતે હેરાન થઈ જાય છે. આવી જ એક જાણકારી એક પોપટને લઈને આવી છે. આ રસપ્રદ વાત એ છે કે વૈજ્ઞાનિકોને ન્યૂઝીલેન્ડમાં લગભગ 190 લાખ વર્ષ જૂના પોપટના હાડકાં મળ્યા છે. આ જાણી તેઓ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. એક રિપોર્ટમાં છપાયેલા અનુસાર વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ પોપટ ઘણો મોટો હતો કારણકે જે અવશેષો મળ્યા છે તે ઘણા જ મોટા હતા. આ પોપટની ઊંચાઈ લગભગ એક મીટર એટલે કે 3.3 ફૂટ હતી અને તેનું વજન લગભગ 7 કિલોથી પણ વધુ હતું. હજી એ વાતની ખાતરી નથી થઈ કે આ પોપટ ઊડતો હતો કે નહીં.
11 વર્ષમાં થઈ ઓળખ
એક આશ્ચર્યની વાત એ પણ છે કે આ અવશેષો મળ્યા બાદ ઘણું રિસર્ચ કરવામાં આવ્યું હતું. પહેલા વૈજ્ઞાનિકોને લાગ્યું કે આ અવશેષો સમડીના હોઈ શકે. પણ 11 વર્ષના રિસર્ચ પછી અને બીજા ઘણા બધા તારણો કાઢ્યા બાદ માલૂમ પડ્યું કે આ બધા જ અવશેષો એક દુર્લભ પોપટના છે. હજી આગળ રિસર્ચ કરીને એ જાણવામાં આવશે કે આ પોપટ ઊડતો હતો કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.