બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Scam in the name of providing Auda house in Ahmedabad

અમદાવાદ / 'દોઢ જ વર્ષમાં ઔડાનું મકાન તમારા હાથમાં' કહી 45 હજાર લોકો પાસેથી પડાવ્યાં આટલાં રૂપિયા, અંતે લોકોએ હોબાળો મચાવતા સામે આવ્યું કૌભાંડ

Malay

Last Updated: 01:32 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Scam exposed in Ahmedabad: અમદાવાદમાં ઔડાના મકાન અપાવવાના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે. નવનિર્માણ ટ્રસ્ટના નામે અંદાજે 45 હજાર લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે.

  • ઔડાના મકાન અપાવવાના નામે કૌભાંડ 
  • રૂ.100નું ફોર્મ ભરાવી આચર્યું કૌભાંડ
  • સ્લમ વિસ્તારમાં ફોર્મ છપાવી કરી હતી જાહેરાત 

અમદાવાદમાં રૂપિયા 100નું ફોર્મ ભરીને ઔડાના મકાન આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડ મામલે ભોગ બનેલા લોકોએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધઆવી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

અમદાવાદની 55 સોસાયટીઓના રહીશોની વધી મુશ્કેલી, 1700 મકાન સરકાર કબજે કરશે |  government will occupy 1700 houses of 55 societies in Ahmedabad

નવનિર્માણ ટ્રસ્ટના નામે કૌભાંડ
મળતી માહિતી અનુસારા, નવરંગપુરા પોલીસે આરોપી આકાશ પરમાર નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આકાશે નવરંગપુરામાં ઔડાના મકાન અપાવવાના નામે ફોર્મ ભરાવીને કૌભાંડ આચર્યું છે. આરોપી આકાશ પરમાર નવનિર્માણ ટ્રસ્ટના નામે કૌભાંડ આચરતો હતો. તે 4 માસથી ઓફિસ શરૂ કરીને કૌભાંડ આચરતો હતો. નવનિર્માણ ટ્રસ્ટે દોઢ વર્ષમાં મકાન મળી જશે તેવી લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરી હતી. 

45 હજાર લોકો પાસેથી રૂપિયા 100-100 ઉઘરાવ્યાં 
આ શખ્સે એક ફોર્મના અંદાજે 100-100 રૂપિયા ઉઘરાવ્યાં હતા. ટ્રસ્ટના સંચાલકોએ મહિનાઓ પહેલાં સ્લમ વિસ્તારમાં ફોર્મ છપાવી જાહેરાત કરી હતી. જેમાં તેઓએ સરકારી મકાન અપાવવાની લાલચ આપી હતી. જેથી ઔડાના મકાન લેવા માટે આશરે 45 હજાર જેટલા લોકોએ ફોર્મ ભર્યા હતા. મકાન ન મળતા ઓફિસમાં જઈ લોકોએ હોબાળો કર્યો હતો.

રૂપિયા 100નું એક ફોર્મ ભરાવી છેતરપિંડી આચરી
આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એસીપી એચ.એમ કંસાગરાએ કહ્યું કે, ફરિયાદીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે નવનિર્માણ ચેરીટેબલ ટ્રેસ્ટના સંચાલક આકાશ પરમાર સામાન્ય નાગરિકોને સસ્તા ભાવે ઔડાના મકાન અપાવવા નામે રૂપિયા 100નું એક ફોર્મ ભરાવી છેતરપિંડી કરી આચરી રહ્યા છે. ફરિયાદીએ ભરેલા રૂપિયાની કાચી રસીદ પણ પોલીસને આપી હતી. 

એચ.એમ કંસાગરા (ACP, બી ડિવિઝન)

આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશેઃ ACP એચ.એમ કંસાગરા
ACP એચ.એમ કંસાગરાએ કહ્યું કે, ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. આ નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ ચેરીટી કમિશનરની ઓફિસમાં નોંધાયેલ છે કે નહીં, આ ટ્રસ્ને ઔડાની ઓફિસમાંથી પૈસા ઉઘરાવવા માટે કોઈપણ પ્રકારની પાવરનામું આપવામાં આવેલ છે કે નહીં વગેરે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જો આરોપીએ કોઈ ગેરરીતિ કરી હોવાનું જણાઈ આવશે તો કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ