બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:36 AM, 3 March 2021
ADVERTISEMENT

SBI એક વાર ફરી યોનો ઍપથી શોપિંગ કરીને કેશબેક લઇને આવ્યું છે. તેના માટે કેટલીક શરતો પણ છે. SBIની આ ઑફરનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઑફર ગુરુવારથી શરૂ થશે પરંતુ લોકો તેની રાહ જોઇ શકતા નથી.
ADVERTISEMENT
4 દિવસની સ્પેશ્યલ ઑફર
SBIએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે આ ઑફર 4થી 7 માર્ચ સુધી તેની સ્પેશ્યલ ઑફર ચાલશે. આ દરમિયાન યોનો એપથી પેમેન્ટ કરીને બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. છેલ્લા કેટલાક મહિનાઓથી દર મહિને શરુઆતમાં SBI આવી ઑફર લાવી રહ્યું છે.
કઇ બ્રાંડ પર મળશે કૅશબૅક
ADVERTISEMENT
SBIની આ કેશબેક ઓફરનો ફાયદો ઘણી બ્રાંડ પર મળશે. એમેઝોન, અપોલો, ઇએમટી, ઓયો, રેમન્ડ અને વેદાન્તુનું પેમેન્ટ યોનોથી કરશો તો તમારા ઘણા પૈસા બચી જશે. બચતના પૈસાનો ઉપયોગ તમે બીજો સામાન ખરીદવા માટે કરી શકશો. લોકો આજકાલ ઓનલાઇન શોપિંગ જ વધારે કરતા હોય છે.
YONO ઍપ નથી તો શું કરશો
SBIની YONO ઍપ નથી તો તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તે સિવાય એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. ઓનલાઇન બેઁકિંગનો ઉપયોગ કરનારા લોકો પોતાનો આઇડી પાસવર્ડ કે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી દ્વારા યોનો એપનો ઉપયોગ કરી શકે છે.
ADVERTISEMENT

હોમ લોન 6.70 ટકા સુધી થઈ
ADVERTISEMENT
ભારતીય સ્ટેટ બેકે સિબિલ સ્કોરનાં આધાર પર હોમ લોનમાં 70 બેસિસ પોઈન્ટ એટલે કે આશરે 0.7 ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે. જેનાંથી એસબીઆઈની હોમ લોન ઓછામાં ઓછી 6.70 ટકા સુધી થઈ ગઈ છે
75 લાખની હોમ લોન પર 6.7 ટકાનું વ્યાજદર
ADVERTISEMENT
એસબીઆઈએ કહ્યું છે કે, આ છૂટ ફક્ત એ લોકોને આપવામાં આવશે જેમનું સિબિલ સ્કોર સારુ હશે. સારી પેમેન્ટ હિસ્ટ્રીવાળા ગ્રાહકોને સારા દરે લોન મળશે. માટે હવે સપનાનું ઘર ખરીદનાર વ્યક્તિને ઈએમઆઈમાં મળશે મોટી રાહત. હવે સિબિલ સ્કોરનાં હિસાબથી એસબીઆઈનાં ગ્રાહકોને 75 લાખ રુપિયા સુધી હોમ લોન પર સૌથી ઓછી 6.7 ટકા દરનું વ્યાજ લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.