ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
SBI એ ટ્વિટર પર ઈન્ટરનેટ બેંકિંગ સેવાઓના કામચલાઉ સસ્પેન્શન વિશે માહિતી આપી હતી. જેથી તેના ગ્રાહકો કોઈ પણ સમસ્યા વિના તેમના વ્યવહારોને સુનિશ્ચિત કરી શકે. SBI એ તેના તમામ ગ્રાહકોને વિનંતી કરી છે કે તેઓ બેંક સાથે બહેતર બેન્કિંગ માટે પોતાના અનુભવ શૅર કરવાનો પ્રયાસ કરે.
ADVERTISEMENT
SBI એ ટ્વિટ કર્યું છે કે ગ્રાહકો 15 સપ્ટેમ્બર રાત્રે 12 વાગ્યાથી 02.00 વાગ્યાની (120 મિનિટ) વચ્ચે તેમની ઇન્ટરનેટ બેન્કિંગ એપ્લિકેશન પર મેન્ટેનન્સની પ્રવૃત્તિ ચાલશે. આ સમયગાળા દરમિયાન SBI ની ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.
We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #OnlineSBI #SBI pic.twitter.com/5SXHK20Dit
— State Bank of India (@TheOfficialSBI) September 14, 2021
ADVERTISEMENT
અગાઉ, SBI એ ગયા મહિને પણ મેન્ટેનન્સના બ્રેક માટે તેમની સેવાઓ અસ્થાયીરૂપે સ્થગિત કરી હતી.
ADVERTISEMENT
આ સેવાઓ ચાલુ રહેશે
સામાન્ય રીતે SBI જ્યારે પણ પોતાની બૅંકિંગ સેવાઓના મેન્ટેનન્સને લઈને ટ્વિટ કરી છે ત્યારે તેમાં નેટ બૅંકિંગ ઉપરાત Yono, UPI વગેરે જેવી સેવાઓ પણ પ્રભાવિત થવાની સંભાવના રહેતી હોય છે. પરંતુ આ વખતે બૅંકે ટ્વિટમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે OnlineSBI સેવા જ પ્રભાવિત થશે. આવામાં તેમની UPI, YONO, YONO Lite જેવી બાકીની સેવાઓ પર કોઈ અસર નહીં પડે.
ADVERTISEMENT
દેશમાં સૌથી વધુ SBIની છે શાખાઓ
State Bank of India ની દેશભરમાં 22000થી વધુ શાખાઓ છે. 31 ડિસેમ્બર 2020ની સ્થિતિ મુજબ બૅંકના ઈન્ટરનેટ બૅંકિંગ ગ્રાહકોની સંખ્યા લગભગ 8.5 કરોડ અને મોબાઈલ બૅંક ગ્રાહકોની સંખ્યા લગભગ 1.9 કરોડ છે. જ્યારે UPI ગ્રાહકોની સંખ્યા લગભગ 13.5 કરોડ છે.
સંકળાયેલા મુદ્દાઓ