બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Saurashtra BJP can field popular MLAs again BJPs Chankaya has devised a strategy in Gir Somnath

ચૂંટણીલક્ષી / સૌરાષ્ટ્રમાં લોકચાહના ધરાવતા ધારાસભ્યોને ફરી મેદાનમાં ઉતારી શકે ભાજપ, ગીરસોમનાથમાં ભાજપના ચાણકયએ ઘડી રણનીતિ

Kishor

Last Updated: 08:28 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી વિધાનસભામાં ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની વધુને વધુ બેઠક પર જીત હાંસલ કરવા કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગીરસોમનાથમાં મેરેથોન ચર્ચા કરી હતી.

  • ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રીની મેરેથોન ચર્ચા 
  • સૌરાષ્ટ્રના તમામ મુખ્ય આગેવાનો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરી 
  • લોક ચાહના ધરાવતા ધારાસભ્યોને ફરી લડાવવામાં આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે ભાજપ દ્વારા મંથન ચાલી રહ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રની 48, કચ્છની 6 બેઠક મળીને 54 બેઠકો પર ભાજપ લાંબા સમયથી મીટ માંડીને બેઠું છે.  આ બેઠકો કબ્જે કરવા ભાજપ રણનીતિ ઘડી રહ્યું છે. તેવામાં ગૃહમંત્રી અમીત શાહે પણ સોમનાથના સાનિધ્યે ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગીરસોમનાથમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવી હતી. 
 
ગુજરાતમાં  ઐતિહાસિક પરિણામ આવશે: અમિત શાહ
બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સૌરાષ્ટ્રના તમામ મુખ્ય આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આગામી ચૂંટણીની રણનીતિ ઘડી કાઢવામાં આવ્યા બાદ  કાર્યકરો અને આગેવાનોને કામે લાગી જવા સુચના આપી દેવામાં આવી હતી. એટલુ જ નહિ વિધાનસભાની ચૂંટણીમાં નિશ્ચિત બેઠક ભાજપ ગુમાવવા ન માંગતુ હોય તેમ લોકચાહના ધરાવતા ધારાસભ્યોને ફરી મેદાને ઉતારવામાં આવશે. તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપના  ઉમેદવારો માટે જીતનો જ એક માત્ર નિયમ છે. તેમ ગુજરાતમાં અત્યાર સુધી પરિણામ નહીં આવ્યું તેવું ઐતિહાસિક પરિણામ આવશે તેવો અમિત શાહે હુંકાર અને આશાવાદ વ્યકત કર્યો હતો.


મહત્વનું છે કે ગત વિધાનસભાની ચુંટણીમાં સૌરાષ્ટ્રની બેઠકો પર ભાજપને ધાર્યા પરિણામ મળ્યા ન હતા. આથી ગત ચૂંટણીની ત્રુટિઑને ધ્યાને લઇને ભાજપ સૌરાષ્ટ્ર પર ખાસ નજર રાખી રહ્યું છે. જે ને લઇને સવારથી સાંજ સુધી ત્રણ તબક્કામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક ભાજપના નેતાઑ હાજર રહ્યા હતા.  
 

આવતીકાલે ભાજપ જાહેર કરશે નિરીક્ષકોની યાદી
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તો આ તરફ ભાજપે (BJP) પણ હવે મુરતિયા ઉતારવા કમર કસી લીધી છે. ત્યારે આવતીકાલે ભાજપ નિરીક્ષકોની યાદી જાહેર કરશે. 33 જિલ્લા અને 8 મહાનગરો માટેની યાદી ભાજપ જાહેર કરશે. આ નિરીક્ષકો ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતને ઘમરોળશે. ત્રણ-ત્રણ નિરીક્ષકોની (Observer) બનેલી આ ટીમ તારીખ 27થી 29 ઓક્ટોબર દરમિયાન દાવેદારોને સાંભળશે. જે-તે જિલ્લાના સ્થાનિક આગેવાનો સાથે પણ નિરીક્ષકો બેઠક કરશે. તમને જણાવી દઈએ કે મંત્રીઓ તેમજ પૂર્વ મંત્રીઓને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ