બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વિશ્વ / saudi authorities says only immunised pilgrims allowed to mecca

મહામારી / કોરોના વચ્ચે મક્કા મદીના જતા તીર્થયાત્રિયોને લઇને સાઉદી અરબનો મહત્વનો નિર્ણય, અધિકારીએ આપી માહિતી

Dharmishtha

Last Updated: 09:46 AM, 6 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી સરકારે મક્કામાં આવનારા તીર્થયાત્રીઓ આટે કડક દિશા નિર્દેશ જારી કર્યા છે.

  • આ જ શરત પવિત્ર મદીનામાં પૈંગમ્બરની મસ્જિદમાં પ્રવેશ માટે લાગૂ થશે
  •  ફક્ત સ્વસ્થ્ લોકોને જ પ્રવેશ આપવામાં આવશે
  • નક્કી ત્રણ શ્રેણીઓના લોકોને સ્વસ્થ માનવામાં આવશે

 ફક્ત સ્વસ્થ્ લોકોને જ પ્રવેશ આપવામાં આવશે

કોરોના સંક્રમણના વધતા મામલા અને આવનારા રમજાન મહિનાને ધ્યાનમાં રાખીને સાઉદી સરકારે મક્કામાં આવનારા તીર્થયાત્રીઓ આટે કડક દિશા નિર્દેશ જારી કર્યા છે.  સાઉદી અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે આ વખતે મક્કામાં હજ માટે આવનારા તીર્થ પ્રવાસીઓમાં ફક્ત સ્વસ્થ્ લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જેમાં કોરોનાની બિમારીના કોઈ લક્ષણો નથી.

આ ત્રણ શ્રેણીઓના લોકોને સ્વસ્થ માનવામાં આવશે

સાઉદી અરબે હજ અને ઉમ્રહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે 3 શ્રેણીઓના લોકોને સ્વસ્થ માનવામાં આવશે. પેલા જે લોકોએ રસીના બન્ને ડોઝ લીધા છે. બીજા એ લોકો જેમણે ઓછામાં ઓછા 14 દિવસ પહેલા પહેલો ડોઝ લીધો છે અને ત્રીજો એ લોકો જે સંક્રમણથી સંપૂર્ણ સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. ફક્ત તે ોકો જ ઉમ્રાહ કરવા માટે અને પવિત્ર શહેર મક્કામાં ગ્રેંડ મસ્જિદમાં નમાજ પઢી શકવા માટે પ્રવેશ પાત્ર છે. ઉલ્લેખનીય છે કે ઉમ્રાહ મક્કા માટે એક ઈસ્લામી તીર્થયાત્રા છે. જેને વર્ષમાં કોઈ પણ સમયે હાજી બનવવા માટે પૂરી કરી શકાય છે.

આ જ શરત પવિત્ર મદીનામાં પૈંગમ્બરની મસ્જિદમાં પ્રવેશ માટે લાગૂ થશે

અધિકારીઓએ કહ્યું કે આ જ શરત પવિત્ર મદીનામાં પૈંગમ્બરની મસ્જિદમાં પ્રવેશ માટે લાગૂ થશે. મંત્રાલયે કહ્યું કે આ દિશા નિર્દેશ રમજાનથી શરુ થશે. જે આ મહિનાના અંતમાં શરુ થવાની છે. પરંતુ એ સ્પષ્ટ નથી કે આ ક્યાં સુધી ચાલુ રહેશે. એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે શું આ દિશા નિર્દેશ સાઉદી અરબમાં કોરોના સંક્રમણોની વચ્ચે લાગૂ કરવામાં આવશે. આ વર્ષના અંતમાં વાર્ષિય હજ યાત્રા સુધી વધારવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

mecca saudi authorities કોરોના વાયરસ મક્કા સાઉદી અરેબિયા coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ