બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Dharma Yatra / શનિની ઉલ્ટી ચાલ 8 રાશિઓને કરશે પરેશાન, પ્રસન્ન કરવા કરો આ ઉપાય
4 ફોટો ગેલેરી
Last Updated: 11:55 AM, 10 July 2024
1/4
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય અને ચંદ્ર સિવાય દરેક ગ્રહ તેની સ્વાભાવિક ચાલ સિવાય ઉલ્ટી ચાલ પણ ચાલે છે. અત્યારે કર્મ ફળદાતા શનિ દેવ ઉલ્ટી ચાલ ચાલી રહ્યા છે. તેમની વક્રી ચાલથી શુભ અને અશુભ બંને પ્રકારના પરિણામ મળે છે. શનિની ઉલ્ટી ચાલથી કેટલીક રાશિની સાડાસાતી શરૂ થઈ જાય છે. જે લોકો ધર્મનું કામ કરે છે, તેમને શનિ દેવ ક્યારેય પરેશાન નથી કરતા.
2/4
અત્યારે શનિ દેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. તેઓએ ગત 29 જૂનના રોજ કુંભમાં ઉલ્ટી ચાલ શરુ કરી હતી. શનિની આ ઉલ્ટી ચાલ 15 નવેમ્બર સુધી રહેશે. તેના કારણે લગભગ 8 રાશિ ખરાબ રીતે પ્રભાવિત થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, અત્યારે મકર, કુંભ અને મીન રાશિની સાડાસાતી ચાલી રહી છે. કર્ક અને વૃશ્ચિક રાશિની ઢૈયા ચાલી રહી છે. ધન, મિથુન અને તુલા રાશિ પર પણ સાડાસાતી જેવી સ્થિતિ બનશે. આમ કુલ 8 રાશિના શનિની ઉલ્ટી ચાલ ખરાબ દિવસો લાવી શકે છે.
3/4
સત્ય બોલો, વડીલોનું સન્માન કરો. જીવનમાં ઈમાનદારી બનાવી રાખો. તુલસીના છોડમાં અને પીંપળાના વૃક્ષમાં પાણી આપો. શનિવારના રોજ સાંજે સરસવના તેલનો દિવો ચોરા પર કે પીંપળાના વૃક્ષ નીચે પ્રગટાવો. સૂર્યોદયના પહેલા જાગી જવું અને ભગવાન શિવની ઉપાસના કરવી. આ સિવાય શનિ દેવના મંત્ર "ॐ शं शनैश्चराय नमः" નો જાપ કરો.
4/4
જો શનિની ઉલ્ટી ચાલ તમને પરેશાન કરવા લાગે તો દરરોજ સવાર - સાંજ 108 વખત શનિ મંત્રનો જાપ કરો. શનિવાર સાંજે પીંપળાના વૃક્ષ નીચે દીપક પ્રગટાવો. શનિવારે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો. જો તમે આ ઉપાય કરો છો તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. અને તને શનિના પ્રકોપથી બચી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ