બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Politics / sanjay-raut-blames-modi-government-for-increasing-corona-cases-in-maharashtra-punjab-and-chhattisgarh

કોવિડ 19 / મહારાષ્ટ્રમાં 'કોરોના સંકટ'ને લઈને શિવસેના તાડૂકી, રાઉતે કહ્યું આના માટે કેન્દ્ર સરકાર જવાબદાર

Nirav

Last Updated: 09:24 PM, 12 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેનાના સાંસદ સંજય રાઉતે સોમવારે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થવા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.

  • મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ માટે  કેન્દ્ર જવાબદાર : શિવસેના સાંસદ 
  • અમે તો કેન્દ્રની દરેક સૂચનાનું પાલન કર્યું : સંજય રાઉત 
  • શા માટે માત્ર બિન-ભાજપ શાસિત રાજ્યોને નિષ્ફળ હોવાનું ઠેરવાય છે?

શિવસેનાના સાંસદ સંજય રાઉતે આજે પંજાબ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કોરોનાની સ્થિતિ બગડવા માટે સીધી રીતે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી અને કહ્યું કે મહારાષ્ટ્રએ તો કેન્દ્રની દરેક સૂચનાનું પાલન કર્યું છે, પરંતુ કેન્દ્ર સરકારે સંવેદનશીલતાપૂર્વક કાર્યવાહી કરવી જોઈએ અને રાજ્યોને દોષી ઠેરવવા જોઈએ નહીં.

શિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર પર કર્યા પ્રહાર 

સંજય રાઉતે વધુમાં કહ્યું કે, 'જો મહારાષ્ટ્ર અને અન્ય બે રાજ્યો (પંજાબ અને છત્તીસગઢ) નિષ્ફળ ગયા છે, તો પ્રથમ નિષ્ફળતા કેન્દ્ર સરકારની છે કારણ કે દેશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે. " તેમણે સવાલ ઉઠાવ્યો કે શા માટે માત્ર બિન-ભાજપ શાસિત રાજ્યો નિષ્ફળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિળનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં કોવિડ -19 ના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ રાજ્યોના કિસ્સાઓમાં દેશના નવા સંક્રમણના કુલ 83.02% કેસ છે.

મહારાષ્ટ્રમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા મુલતવી રખાઈ 

બીજી તરફ, કોરોનાના કેસોમાં ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે રાજ્ય બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ના વર્ગની પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે રાજ્યમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 23 એપ્રિલથી શરૂ થવાની હતી અને 10માંની પરીક્ષાઓ 30 એપ્રિલથી શરૂ થવાની હતી. 

તમારું આરોગ્ય અમારી પ્રાથમિકતા : મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન 

મહારાષ્ટ્રની સ્કૂલ શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે ટ્વિટ કર્યું છે કે, મહારાષ્ટ્રમાં કોવિડ -19 રોગચાળાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે 10 અને 12ની બોર્ડની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. વર્તમાન પરિસ્થિતિ પરીક્ષાઓ લેવા માટે અનુકૂળ નથી. તમારું આરોગ્ય અમારી પહેલી પ્રાથમિકતા છે.

શ્રેણીબદ્ધ ટવીટમાં તેમણે કહ્યું કે, "વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે પ્રવેશ પરીક્ષાના સમયપત્રકને ધ્યાનમાં રાખીને, ધોરણ 12માં વર્ગની પરીક્ષા મેના અંતમાં અને ધોરણ 10ની પરીક્ષા જૂનમાં લેવામાં આવશે." વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને મુલતવી પરીક્ષાઓની તારીખોની ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ