sania mirza confirms her plan to retire from professional tennis dubai tournament is last one
BIG BREAKING /
સાનિયા મિર્ઝાએ કરી નિવૃત્તિની જાહેરાત, જુઓ હવે કઇ છેલ્લી ટૂર્નામેન્ટમાં રમતી નજરે પડશે
Team VTV09:23 AM, 07 Jan 23
| Updated: 09:32 AM, 07 Jan 23
સાનિયાએ તેની પ્રોફેશનલ ટેનિસ કારકિર્દીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. સાનિયાએ પોતાની ઈજાને લઈને આ નિર્ણય લીધો છે.
સાનિયા મિર્ઝાએ એક મોટી જાહેરાત કરી
પ્રોફેશનલ ટેનિસ કારકિર્દીમાંથી નિવૃત્તિ જાહેર કરી
છેલ્લી ટૂર્નામેન્ટ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં રમશે
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છૂટાછેડાના સમાચાર વચ્ચે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ એક મોટી જાહેરાત કરી છે, જેનાથી તેના ફેન્સ પણ નિરાશ થયા છે. ખરેખર, સાનિયાએ તેની પ્રોફેશનલ ટેનિસ કારકિર્દીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. સાનિયાએ પોતાની ઈજાને લઈને આ નિર્ણય લીધો છે. સાનિયાએ કહ્યું છે કે તે આવતા મહિને દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં રમશે.
છેલ્લી ટૂર્નામેન્ટ
આ ચેમ્પિયનશિપ સાનિયાની કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. આ દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ WTA 1000 ઇવેન્ટ હશે. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, આ ટૂર્નામેન્ટમાં સાનિયા છેલ્લી વખત તેના ફેન્સ સાથે રમતા જોવા મળશે.
સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપન રમશે
36 વર્ષની સાનિયા મિર્ઝા પણ ડબલ્સમાં વર્લ્ડ નંબર-1 રહી છે. જણાવી દઈએ કે સાનિયાએ ગયા વર્ષે જ જાહેરાત કરી હતી કે તે 2022ના અંતમાં નિવૃત્ત થશે. પરંતુ ઈજાના કારણે તે યુએસ ઓપન રમી શકી નહોતી. આવી સ્થિતિમાં સાનિયા મિર્ઝા આ વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન રમશે. આ પછી તે યુએઈમાં ચેમ્પિયનશિપ રમીને ટેનિસને અલવિદા કહી દેશે.
આ ખિતાબથી સન્માનિત
સાનિયા મિર્ઝાને અર્જુન એવોર્ડ (2004), પદ્મ શ્રી એવોર્ડ (2006), રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (2015) અને પદ્મ ભૂષણ એવોર્ડ (2016)થી પણ સન્માનિત કરવામાં આવી છે. સાનિયાએ અત્યાર સુધીમાં 6 મોટી ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા છે. તેણે ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપન (2016), વિમ્બલ્ડન (2015) અને યુએસ ઓપન (2015) ટાઇટલ જીત્યા છે. આ સિવાય તેણે મિક્સ્ડ ડબલ્સમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન (2009), ફ્રેન્ચ ઓપન (2012) અને યુએસ ઓપન (2014) ટાઇટલ પણ જીત્યા છે.