બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / salaar advance booking collection day 1 prabhas film surpassed shah rukh khan dunki for first day

કાંટાની ટક્કર / પ્રભાસ અને કિંગ ખાન વચ્ચે ટક્કર, ફિલ્મ સાલારે આપી ડંકીને માત, એડવાંન્સ બુકિંગના આંકડા ચોંકાવનારા

Manisha Jogi

Last Updated: 08:08 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' 21 ડિસેમ્બરે અને ફિલ્મ 'સાલાર' 22 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યું છે. એડવાન્સ બુકિંગના મામલે બંને ફિલ્મો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.

  • ફિલ્મ 'સાલાર'નો દર્શકોમાં ક્રેઝ જોવા મળ્યો
  • એડવાન્સ બુકિંગના મામલે ડંકીને માત આપી
  • ફિલ્મ 'સાલાર' 22 ડિસેમ્બરે રિલીઝ થશે

પ્રભાસની આગામી ફિલ્મ 'સાલાર'નો તેમના ફેન્સમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ 'સાલાર' બોક્સઓફિસ પર 22 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મ રિલીઝના એક સપ્તાહ પહેલા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મ 'સાલાર' એડવાન્સ બુકિંગમાં શાનદાર કમાણી કરી કરી રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' 21 ડિસેમ્બરે અને ફિલ્મ 'સાલાર' 22 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યું છે. એડવાન્સ બુકિંગના મામલે બંને ફિલ્મો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ ફિલ્મ 'સાલાર' ફિલ્મ 'ડંકી'ને પછાડીને આગળ નીકળી ગઈ છે. 

એડવાન્સ બુકિંગમાં ફિલ્મ 'સાલારે' કિંગ ખાનની ફિલ્મ 'ડંકી'ને પાછળ છોડી દીધી છે. ફિલ્મ 'સાલારે' કિંગ ખાનની ફિલ્મ 'ડંકી' કરતા બમણી કમાણી કરીને, સંકેત આપ્યો છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સાંજે 5:30 વાગ્યા સુધીમાં ફિલ્મ 'સાલાર'ની પહેલા દિવસે 9,62,046 ટિકિટ વેચાઈ છે અને 20.74 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

ફિલ્મ 'સાલારે' બમણી કમાણી કરી
શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી'ની અત્યાર સુધીમાં 4,17,573 ટિકિટ વેચાઈ છે અને અત્યાર સુધીમાં કુલ 11.81 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એડવાન્સ બુકિંગ રિપોર્ટ અનુસાર ફિલ્મ 'સાલાર' બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરવા જઈ રહી છે. તેલંગાણામાં પ્રભાસની ફિલ્મ 'સાલાર' માટે મિડનાઈટ શો પણ ઉપલબ્ધ થશે. જેથી આ સ્થિતિમાં ફિલ્મને ફાયદો થઈ શકે છે. 

ફિલ્મ 'સાલાર' સ્ટારકાસ્ટ
ફિલ્મ 'સાલાર'નું નિર્દેશન પ્રશાંત નીલે કર્યું છે. ફિલ્મ 'સાલાર'માં પ્રભાસની સાથે શ્રુતિ હસન, પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત મીનાક્ષી ચૌધરી, શરણ શક્તિ અને ઈશ્વરી રાવ પણ ફિલ્મમાં ભૂમિકા ભજવતા જોવા મળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ