બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મુંબઈ / 'Sacrifice of cattle in housing complex without permission illegal', Bombay High Court clear order to BMC

આદેશ / 'વગર પરમિશન હાઉસિંગ કોમ્પ્લેક્સમાં પશુઓનું બલિદાન અયોગ્ય', બોમ્બે હાઇકોર્ટનો BMCને સ્પષ્ટ આદેશ

Priyakant

Last Updated: 09:06 AM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bombay High Court News: બોમ્બે હાઇકોર્ટે કહ્યું, પરવાનગી વિના સોસાયટીમાં પશુઓની બલિ ચઢાવવી એ ખોટું, રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ પ્રશાસનને આવું કરનારાઓ સામે કડક પગલાં લેવાનો નિર્દેશ

  • બોમ્બે હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન એક મહત્વનો આદેશ
  • વગર પરમિશન હાઉસિંગ કોમ્પ્લેક્સમાં પશુઓનું બલિદાન અયોગ્ય
  • સરકાર અને મ્યુનિસિપલ પ્રશાસનને આવું કરનારાઓ સામે કડક પગલાં લેવાનો નિર્દેશ

બોમ્બે હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન એક મહત્વનો આદેશ આપ્યો છે. વાત જાણે એમ છે કે, મુંબઈને અડીને આવેલા મીરા રોડ પર આવેલી હાઉસિંગ સોસાયટીમાં બલિદાન માટે લાવવામાં આવેલા બકરાના વિવાદ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ સૂચના આપી છે. આવા જ એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, પરવાનગી વગર સોસાયટીમાં પશુ બલિદાન સંપૂર્ણપણે ખોટું છે.

બોમ્બે હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચે પોતાના વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે, પરવાનગી વિના સોસાયટીમાં પશુઓની બલિ ચઢાવવી એ ખોટું છે અને રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ પ્રશાસનને આવું કરનારાઓ સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. અહીં નોંધનીય છે કે,  મીરા રોડ સ્થિત હાઉસિંગ સોસાયટી કેસમાં કોર્ટે આ નિર્દેશ આપ્યો નથી. આ મામલો મુંબઈની અન્ય સોસાયટી સાથે જોડાયેલો છે. જેમાં જૈન સમાજના લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. 

શું છે સમગ્ર મામલો ? 
વાસ્તવમાં નાથાની બિલ્ડીંગમાં બલિદાન માટે 60 બકરા લાવવામાં આવ્યા હતા. જેના પર પ્રતિબંધ મૂકવા માટે જૈન સમાજના લોકોએ આ અરજી કરી હતી. અરજદારના વકીલે સોસાયટી પરિસરમાં બકરાના બલિદાનનો વિરોધ કરીને કોર્ટમાં આ અરજી કરી હતી. કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા પોલીસ અને BMCને નિર્દેશ આપ્યા છે. જેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સોસાયટીની પરવાનગી વગર પરિસરમાં પ્રાણીઓની બલિ ચઢાવવી ખોટું છે. જો આવું ક્યાંય થતું હોય તો વહીવટી તંત્રએ તેમાં હસ્તક્ષેપ કરીને સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ.

મીરા રોડની જેપી ઇન્ફ્રા સોસાયટીનો શું છે વિવાદ ? 
મોહસીન ખાન નામનો વ્યક્તિ મંગળવારે મીરા રોડ સ્થિત જેપી ઈન્ફ્રાના એસ્ટેલા બિલ્ડિંગમાં બે બકરા લઈને આવ્યો હતો. પરિસરમાં બકરાના બલિદાન સામે સમાજના લોકોએ વાંધો ઉઠાવતાં તેણે પોતાના લોકોને બોલાવ્યા. બીજી તરફ હિન્દુ સંગઠનના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેણે ત્યાં જય શ્રી રામના નારા લગાવ્યા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા. જ્યારે વિવાદ વધી ગયો, ત્યારે પોલીસે મોહસીન ખાનને સમજાવ્યું કે લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને, તે પરિસરમાં બકરાની કુરબાની ન આપી શકે, ત્યારબાદ તે બુધવારે સવારે બકરાને લઈને ગયો.

સોસાયટીમાં રહે છે 250 મુસ્લિમ પરિવારો 
આ કેસમાં બકરી લાવનાર મોહસીન કહે છે કે, આ સોસાયટીમાં 200 થી 250 મુસ્લિમ પરિવારો રહે છે. દર વર્ષે બિલ્ડર અમને બકરી રાખવા માટે જગ્યા આપતો હતો, પરંતુ આ વખતે બિલ્ડરે કહ્યું કે જગ્યા નથી. આ માટે તમારા સમાજ સાથે વાત કરો. મોહસીનના કહેવા મુજબ સોસાયટીમાંથી બકરી રાખવા માટે જગ્યા પણ માંગવામાં આવી હતી, પરંતુ સોસાયટી દ્વારા કોઈ જગ્યા આપવામાં આવી ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ