બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Rohit Sharma leaves legends Tendulkar, Ponting, Dhoni miles behind by smashing 10000 ODI runs in IND vs SL Asia Cup tie

એશિયા કપ / શ્રીલંકા સામે કેપ્ટન રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં મેળવી આ ઐતિહાસિક ઉપલબ્ધિ

Hiralal

Last Updated: 04:07 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકા સામેની એશિયા કપની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક મોટી ઉપલબ્ધિ મેળવતાં વનડે ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યાં છે.

  • ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહિત શર્માની મોટી ઉપલબ્ધિ
  • વનડે ક્રિકેટમાં પૂરા કર્યાં 10,000 રન
  • વનડેમાં દસ હજાર રન પૂરા કરનાર છઠ્ઠો ભારતીય બેટર

શ્રીલંકાના કોલંબોના આર કે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલી શ્રીલંકા સામેની એશિયા કપની મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મોટી ઉપલબ્ધિ મેળવી છે. રોહિત શર્માએ વનડે ઈન્ટરનેશનલમાં તેના 10,000 રન પૂરા કર્યાં છે. રોહિત વનડે ઈન્ટરનેશનલમાં દસ હજાર રન પૂરા કરનાર છઠ્ઠો ભારતીય બેટર છે. રોહિતે કાસુન રાજિથાની બોલ પર સિક્સ ફટકારીને આ ઉપલબ્ધિ હાંસલ કરી. રોહિતે 241 ઈનિંગમાં 10,000 રન પૂરા કર્યાં છે. સૌથી ઝડપી 10,000 રન પુરા કરવાના મામલે રોહિત કોહલી પછી બીજા નંબરે આવે છે. કોહલીએ 205 ઈનિંગમાં 10 હજાર રન પૂરા કર્યાં છે. આ લિસ્ટમાં સચિન તેંડુલકર ત્રીજા નંબરે છે સચિન 259 ઈનિંગમાં 10,000 રન પૂરા કર્યાં હતા. 

વનડેમાં 10 હજાર રન બનાવનાર ભારતીય બેટર 
18426- સચિન તેંડુલકર
13024- વિરાટ કોહલી
11363- સૌરવ ગાંગુલી
10889- રાહુલ દ્રવિડ
10773- મહેન્દ્ર સિંહ ધોની
10000- રોહિત શર્મા

લંકા જીતશે તો ભારત પહોંચી જશે એશિયા કપની ફાઈનલમાં 
એશિયા કપમાં શ્રીલંકા સામે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતીય ટીમના પ્લેઇંગ-11માં શાર્દુલ ઠાકુરની જગ્યાએ અક્ષર પટેલને તક મળી છે. જો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો તે ફાઈનલમાં પહોંચી જશે. ગઈ કાલે ભારતે પાકિસ્તાન સામે 228 રને જીત મેળવી હતી. આવી સ્થિતિમાં તેનું મનોબળ ઘણું ઉંચુ છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શાર્દુલ ઠાકુરની જગ્યાએ ભારતના પ્લેઈંગ-11માં અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ભારત આ મેચમાં ત્રણ સ્પિન બોલર કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સાથે ઉતરી રહ્યું છે. બીસીસીઆઈએ કહ્યું કે શ્રેયર અય્યરની તબિયત સારી છે પરંતુ હજુ સુધી તે પીઠની ઈજામાંથી સંપૂર્ણપણે સારો થયો નથી. બીસીસીઆઈ મેડિકલ ટીમ દ્વારા તેને આરામની સલાહ અપાઈ છે અને તે આજે શ્રીલંકા સામેની ભારતની સુપર-4 મેચમાં સ્ટેડિયમમાં હાજર નહીં રહે. 

ભારત વિરુદ્ધ શ્રીલંકાનો આવો રેકોર્ડ 
ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ 165 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 96માં જીત મેળવી હતી જ્યારે શ્રીલંકાએ 57માં જીત મેળવી હતી. 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું અને એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી. એશિયા કપના ODI ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે લગભગ સમાન સ્પર્ધા રહી છે. એશિયા કપના ODI ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે 19 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 9 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકાએ 10 મેચ જીતી છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન: 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ