ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / rishabh pant car accident bollywood stars anupam kher and anil kapoor visits hospital

ખબર-અંતર / રિષભ પંતને હોસ્પિટલમાં જોવા પહોંચ્યા બોલિવૂડના આ સ્ટાર્સ, કહ્યું તેની સાથે દેશની પ્રાર્થનાઓ

Published By: MayurN

Last Updated: 11:34 AM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ સ્ટાર્સ અનિલ કપૂર અને અનુપમ ખેર રિષભ પંતને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. બંને સ્ટાર્સે જણાવ્યું કે હવે તેમની તબિયત સારી છે.

ADVERTISEMENT

  • ક્રિકેટર રિષભ પંતનો માર્ગ અકસ્માત થયો 
  • અનિલ કપૂર અને અનુપમ ખેર મળવા પહોચ્યા
  • બન્ને બોલીવુડ સ્ટારે તબિયત સારી હોવાના સમાચાર આપ્યા

30મી ડિસેમ્બરનો દિવસ રિષભ પંતના જીવનનો સૌથી ભારે દિવસ હતો. ભારતીય ક્રિકેટર રિષભ પંતની કાર શુક્રવારે સવારે એક ખતરનાક અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ છે. જો કે હવે તેની તબિયત સારી છે. બોલિવૂડ સ્ટાર્સ અનિલ કપૂર અને અનુપમ ખેર રિષભ પંતને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. બંને સ્ટાર્સે જણાવ્યું કે હવે તેમની તબિયત કેવી છે. 

આ કલાકાર મળવા પહોચ્યા
જ્યારે અનુપમ ખેર અને અનિલ કપૂરને રિષભ પંતના અકસ્માતની જાણ થઈ તો તેઓ તેને મળવા હોસ્પિટલ પહોંચ્યા. અનુપર ખેર કહે છે, 'અમને ખબર પડી કે ઋષભ હોસ્પિટલમાં છે, અમે તેને મળવા અહીં આવ્યા. તેની માતાને મળ્યા. હવે તે પહેલા કરતા વધુ સારો છે. સમગ્ર ભારતની પ્રાર્થના તેમની સાથે છે. તે જલ્દી ઠીક થઈ જશે. તે ફાઇટર છે.

અનીલ કપૂરે આપી માહિતી
જ્યારે અનિલ કપૂર કહે છે, 'તે ઉત્સાહમાં છે. અમને જે પણ ચિંતા હતી, હવે તે બિલકુલ નથી. આગળ વાત કરતાં અનુપમ ખેર અને અનિલ કપૂર કહે છે, 'અમે તેમને થોડું હસાવ્યું. અમે તેને બોલિવૂડ સ્ટાર્સ નહીં પણ મિત્રો તરીકે મળવા ગયા હતા. અનુપમ ખેરે એમ પણ કહ્યું કે મને લાગે છે કે આવા સમયે મળવા જવું જોઈએ. હોસ્પિટલના પ્રોટોકોલને અનુસરીને અમે તેમને મળ્યા.

હાલ તબિયત સારી
રિષભ પંતને મળ્યા બાદ અનુપમ ખેર અને અનિલ કપૂર ખૂબ જ ખુશ દેખાતા હતા. તેનું કહેવું છે કે ભારતીય ક્રિકેટર જલ્દી સ્વસ્થ થઈ જશે. મહત્વપૂર્ણ છે કે નવા વર્ષની શરૂઆત પહેલા રિષભ પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા રૂરકી જઈ રહ્યો હતો. રિષભ પંત પોતે કાર ચલાવીને પોતાના વતન જવા રવાના થયો હતો. વાહનની સ્પીડ વધુ હોવાને કારણે તેને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ છે, પરંતુ હાલ તે ઠીક હોવાનું કહેવાય છે.

આ સલાહ આપી
ઋષભ પંત અને અનિલ કપૂરને મળ્યા બાદ અનુપમ ખેર અને અનિલ કપૂરે પણ બધાને ધીમી ગાડી ચલાવવાની સલાહ આપી હતી. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ પ્રાર્થના કરવી જોઈએ કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. અનુપમ ખેર અને અનિલ કપૂર પાસેથી રિષભ પંતની હાલત જાણ્યા પછી ચોક્કસ ચાહકોનું ટેન્શન થોડું ઓછું થયું હશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Anupam Kher Bollywood Cricket Hospital Rishabh Pant anil kapoor car accident Rishabh Pant Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ