બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Rescue halted in Uttarkashi tunnel vertical drilling will take place Auger machine is broken

ઉત્તરકાશી / ક્યારે દેખાશે આશાની કિરણ! ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફરી આવ્યા દુ:ખદ સમાચાર, મશીન તૂટી, હવે આ રીતે કરવું પડશે રેસ્ક્યૂ

Pravin Joshi

Last Updated: 06:56 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાના પ્રયાસોમાં દરરોજ નવા અવરોધો ઉભા થઈ રહ્યા છે. અમેરિકન ઓગર મશીન કામદારોથી માત્ર 10 મીટર દૂર તૂટી ગયું હતું, જેના કારણે શુક્રવારથી બચાવ કાર્ય રોકી દેવામાં આવ્યું છે.

  • ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ
  • મજૂરોને બચાવવાના પ્રયાસોમાં દરરોજ નવા અવરોધો ઉભા થયા
  • અમેરિકન ઓગર મશીન કામદારોથી માત્ર 10 મીટર દૂર તૂટી ગયું 
  • કામદારોને બહાર કાઢવા માટે અન્ય વિકલ્પોની મદદ લેવામાં આવશે

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાના પ્રયાસોમાં દરરોજ નવા અવરોધો ઉભા થઈ રહ્યા છે. અમેરિકન ઓગર મશીન કામદારોથી માત્ર 10 મીટર દૂર તૂટી ગયું હતું, જેના કારણે શુક્રવારથી બચાવ કાર્ય રોકી દેવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ટનલિંગ એક્સપર્ટે કહ્યું છે કે હવે ઓગરથી ડ્રિલિંગ કરવામાં આવશે નહીં અને અન્ય કોઇ મશીન મંગાવવામાં આવશે નહીં. કામદારોને બહાર કાઢવા માટે અન્ય વિકલ્પોની મદદ લેવામાં આવશે. પ્લાન B હેઠળ, ટનલ ઉપરથી ઊભી ડ્રિલિંગ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. કામદારો સુધી પહોંચવા માટે લગભગ 86 મીટર ખોદકામ કરવું પડશે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ઓગર મશીનના બ્લેડ કાપવા માટે હૈદરાબાદથી પ્લાઝમા કટર મંગાવવામાં આવ્યા છે. એગર મશીનમાંથી તૂટેલા ભાગને દૂર કર્યા પછી મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ થશે. જો કે તેમાં કેટલો સમય લાગશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી.

હવે જાણો કેમ આડું ડ્રિલિંગ બંધ થયું

21 નવેમ્બરથી સિલ્ક્યારા બાજુથી ટનલમાં આડું ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે તદ્દન સફળ રહ્યું. 60 મીટરના ભાગમાંથી 47 મીટર પાઇપ ડ્રિલિંગ દ્વારા નાખવામાં આવી છે. કામદારો માટે લગભગ 10-12 મીટરનું અંતર બાકી હતું, પરંતુ શુક્રવારે સાંજે ડ્રિલિંગ મશીનની આગળ સળિયા આવતાં ડ્રિલિંગ મશીનની શાફ્ટ ફસાઈ ગઈ હતી. જ્યારે મશીનમાંથી વધુ દબાણ કરવામાં આવ્યું ત્યારે તે તૂટી ગયું. તેનો કેટલોક ભાગ તોડીને દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ મોટો ભાગ ત્યાં જ અટવાયેલો છે. તેને મેન્યુઅલ ડ્રિલિંગ દ્વારા બહાર કાઢવામાં આવશે, ત્યારબાદ વધુ ખોદકામ કરવામાં આવશે.  ફક્ત એક જ વ્યક્તિ જઈને પાઇપમાં ખોદકામ કરી શકે છે. તેથી, આ કરવામાં ઘણો સમય લાગી શકે છે.

હવે પ્લાન B : વર્ટિકલ ડ્રિલિંગ પરંતુ તે અત્યંત જોખમી છે

સિલ્કિયારા બાજુથી ડ્રિલિંગ હાલમાં અટકાવવામાં આવ્યું છે, જેના કારણે પ્લાન બી પર કામ ચાલી રહ્યું છે. જેમાં ટેકરીની ટોચ પરથી ઊભી રીતે ખોદકામ કરવામાં આવશે. હિલટોપ સાઇટ પર મટિરિયલ્સ એકત્ર કરવામાં આવી રહ્યા છે અને પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેના પર મશીન મૂકીને ડ્રિલિંગ કરવામાં આવશે. આ વર્ટિકલ ડ્રિલિંગની શાફ્ટ છે, જેને પહાડીની ટોચ પર લઈ જવામાં આવી રહી છે. આ કાર્ય સતલુજ વિદ્યુત નિગમ લિમિટેડ (SVNL) દ્વારા કરવામાં આવશે. જો કે, આમાં ઘણું જોખમ હોવાનું કહેવાય છે કારણ કે નીચેની ટનલમાં કામદારો છે. નીચે જવા માટે ઉપરથી મોટો ખાડો બનાવવામાં આવશે, તેમાં ઘણો કાટમાળ પડવાની સંભાવના છે. આમાં કેટલો સમય લાગશે તે નિશ્ચિત નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ