બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Report IPL Franchises Offer Six England Players Up To 50 Crore Rupees For Playing Many T20 Leagues

રિપોર્ટ / આઈપીએલ ફ્રેન્ચાઈઝી તરફથી છ ખેલાડીઓને 50 કરોડની ઓફર, શરત બદ એટલી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડીને ટી20 લીગ રમવાની

Megha

Last Updated: 12:44 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી T20 લીગ રમવા માટે 50 કરોડ રૂપિયા સુધીની ઓફર કરવામાં આવી છે, કરાર હેઠળ ખેલાડીઓએ આખા વર્ષ દરમિયાન અલગ-અલગ T20 લીગમાં રમવાનું રહેશે.

  • અંગ્રેજી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દેવા ઓફર કરવામાં આવી
  • ખેલાડીઓએ આખા વર્ષ દરમિયાન અલગ-અલગ T20 લીગમાં રમવાનું રહેશે
  • IPL ફ્રેન્ચાઈઝી પ્રત્યેની જવાબદારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અલગ થઈ જશે.

IPLમાં ટોચની ટીમોના માલિકોએ છ અંગ્રેજી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દેવા અને એક વર્ષ માટે T20 લીગ રમવા માટે 50 કરોડ રૂપિયા સુધીની ઓફર કરવામાં આવી છે. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ સાથે એમ પણ ખુલાસો થયો છે કે ઘણી ફ્રેન્ચાઇઝી ખેલાડીઓને વર્ષ-લાંબા કરાર પર સાઇન કરવાનો પ્રયાસ કરી રહી છે અને આ કરાર હેઠળ ખેલાડીઓએ આખા વર્ષ દરમિયાન અલગ-અલગ T20 લીગમાં રમવાનું રહેશે. આઈપીએલ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝની સીપીએલ, સાઉથ આફ્રિકા ટી20 લીગ, યુએઈની ગ્લોબલ ટી20 લીગ અને અમેરિકામાં યોજાનારી ટી20 લીગનો પણ સમાવેશ થાય છે. આઈપીએલની 10 ફ્રેન્ચાઈઝીમાંથી ઘણી બધી લીગની ટીમો છે. જો કે રિપોર્ટમાં એ ખુલાસો નથી થયો કે તેમાં કઈ ફ્રેન્ચાઇઝીની કઈ ટીમનો સમાવેશ થયો છે. 

જો તે આમ કરશે તો તેની IPL ફ્રેન્ચાઈઝી પ્રત્યેની જવાબદારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અલગ થઈ જશે. આ ખેલાડીને પોતાના દેશ માટે આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે ફ્રેન્ચાઇઝી પાસેથી પરવાનગી લેવી પડશે. અત્યારે ફૂટબોલમાં આવું જ થઈ રહ્યું છે. ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓ તેમના દેશના ક્રિકેટ બોર્ડ અનુસાર રમે છે અને T20 લીગમાં ભાગ લેવા માટે બોર્ડની પરવાનગી લે છે.

T20 ક્રિકેટની લોકપ્રિયતા ઘણી વધારે છે ICC એક વર્ષમાં એક ખેલાડી કેટલી T20 લીગમાં ભાગ લઈ શકે તે અંગેનો નિયમ ઘડવાનું વિચારી રહી છે પણ હાલમાં એવો કોઈ નિયમ નથી. જો કે એવી દરેક સંભાવના છે કે ઘણા યુવા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સમય પહેલા નિવૃત્તિ લઈ શકે છે અને પૈસા કમાવવા માટે T20 લીગ રમી શકે છે. હાલમાં ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ અને ગુપ્ટિલ જેવા ખેલાડીઓએ ટી20 લીગમાં રમવા માટે તેમના ક્રિકેટ બોર્ડના કેન્દ્રીય કરારો છોડી દીધા છે. 

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ મામલે ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. હવે આ મામલે ઈંગ્લેન્ડના ખેલાડીઓની વાત થઈ છે. ખેલાડીઓને એક વર્ષના કરાર માટે રૂ. 20-50 કરોડની ઓફર કરવામાં આવી છે, જે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તરફથી કેન્દ્રીય કરાર મેળવતા ટોચના ખેલાડીઓ કરતાં પાંચ ગણી વધારે છે. એવામાં ખેલાડીઓ તેમના દેશના ક્રિકેટ બોર્ડ અને IPL ફ્રેન્ચાઇઝી સાથે આંશિક કરાર કરી શકે છે. આ સ્થિતિમાં ખેલાડીઓ ટી20 લીગ માટે નિશ્ચિત સમયે અને બાકીના સમયમાં દેશ માટે રમશે. ખાસ કરીને ટી-20 ક્રિકેટ રમતા ખેલાડીઓ આવા કોન્ટ્રાક્ટ સ્વીકારે તેવી શક્યતા વધુ હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ