બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Religious poonam mela temple gujarat
ADVERTISEMENT
ડાકોરની ગલી માનવ મહેરામણથી ગુજી ઉઠી છે. જય રણછોડના ગગનભેદી નારા ગુંજયા છે. નડિયાદમાં ભક્તો બોરની ઊછમણી કરશે. બાળક બોલતું થવા ભક્તો બોર ઊછમણીની બાધા રાખે છે. હજારો મણ બોરની સંતરામ મંદિરમાં ઊછમણી થશે. વડતાલ-ફાગવેલમાં પણ ભક્તો દર્શનાર્થે ઉમટ્યાં છે.
અરવલ્લીમાં આવેલા યાત્રાધામ શામળાજીમાં હજારો ભક્તોની ભીડ જામી છે. પોષી પૂનમ પ્રસંગે શામળિયાના દર્શને ભક્તો ઉમટયા છે. અનેક ભકતોએ પગપાળા આવી ભગવાન શામળિયાના દર્શન કરીને પોતાની માનતાઓ પુર કરી છે.
ADVERTISEMENT
જ્યારે બીજી બાજુ આજે પોષી પુનમ એટલે માં અંબાનો પ્રાગટ્ય દિવસ. આજે માં અંબાની હાથી પર શોભાયાત્રા નીકળી છે. જેમાં 2 લાખથી પણ વધુ ભક્તો જોડાયા છે. આ સાથે જ શક્તિદ્વાર પર માં અંબાની મહાઆરતી પણ કરાશે.
ત્યારે માં અંબાના પ્રાગટ્ય દિવસને લઇ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર પહોંચી રહ્યાં છે. ડાકોર,વડતાલ,નડિયાદ,ફાગવેલમાં ભક્તોની ભારે ભીડ જામી છે.યાત્રાધામ ડાકોરમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જામયું છે. ડાકોરની ગલી માનવ મહેરામણથી ગુજી ઉઠી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.