ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / દિવાળી પર નવી કાર કે બાઈક ખરીદવાનો પ્લાન છે? આ 6 ટિપ્સથી બચશે હજારો રૂપિયા!
7 ફોટો ગેલેરી
Last Updated: 10:59 AM, 25 October 2026
1/7
દિવાળીના તહેવારમાં નવી કાર કે બાઇક ખરીદવાનું ઘણા લોકોનું પ્લાન હોય છે. આ સમયે ઓટો કંપનીઓ અને ડીલર્સ કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને અનેક ઓફર્સ આપે છે. પરંતુ આકર્ષક જાહેરાતો અને શોરૂમના ઓફર્સ જોઈને ઉતાવળમાં નિર્ણય લેવો ખિસ્સા પર ભારે પડી શકે છે. જેમાં થોડી સાવધાની અને યોગ્ય તૈયારીથી હજારો રૂપિયા બચાવી શકાય છે.
2/7
ગાડી ખરીદતા પહેલા તમારા શહેરની ઓછામાં ઓછી ત્રણ શોરૂમમાંથી એ જ મોડલ અને વેરિઅન્ટની ઓન-રોડ કિંમતનું કોટેશન લો. આથી ખબર પડશે કે કયો ડીલર કેટલું ડિસ્કાઉન્ટ અને કયા ફાયદા આપી રહ્યો છે. તહેવારી સિઝનમાં વધુ વેચાણનું દબાણ હોય છે. આથી બીજા શોરૂમનો સારો ઓફર બતાવીને પોતાના પસંગીના ડીલર પાસેથી પણ કિંમત ઘટાડાવી શકાય છે.
ADVERTISEMENT
3/7
નવી ગાડી સાથે મળતું ઇન્શ્યોરન્સ કુલ ખર્ચ વધારી શકે છે. ડીલરે કહેલા પ્રીમિયમને જ અંતિમ ન માનો. પોલિસીબજાર કે બીજી ઓનલાઇન પ્લેટફોર્મ પર કિંમત ચેક કરો. સરખામણી કરતી વખતે IDV અને ઝીરો ડેપ, એન્જિન પ્રોટેક્શન જેવા એડ-ઓન કવર્સ સમાન રાખો. બહારથી પોલિસી લેવાથી કેટલાક કિસ્સામાં 15,000થી 40,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. ઓનલાઇન કોટેશન બતાવીને ડીલર પાસેથી પણ સારી કિંમત માંગી શકાય છે.
4/7
જો લોન લઈને ગાડી ખરીદી રહ્યા હોવ તો માત્ર ડીલરના પાર્ટનર બેંકનો વિકલ્પ ન પસંદ કરો. પોતાની હાલની બેંક અને અન્ય બેંકોના વ્યાજ દર, પ્રોસેસિંગ ફી અને ઓફર્સની સરખામણી કરો. દિવાળી દરમિયાન કેટલીક બેંકો ઓછી કે ઝીરો પ્રોસેસિંગ ફી આપી શકે છે. પહેલેથી પ્રી-એપ્રૂવ્ડ લોનનો ઓફર લેવો પણ ફાયદાકારક છે. જો CIBIL સ્કોર 750થી ઉપર હોય તો વ્યાજ દરમાં વધારાની છૂટ માટે વાતચીત કરો.
ADVERTISEMENT
5/7
ઘણી વખત ડીલર કોટેશનમાં 20,000થી 35,000 રૂપિયા સુધીની એસેન્શિયલ કિટ કે બેઝિક એસેસરીઝ ઉમેરી દે છે. તેમાં મેટ, મડ ફ્લેપ અને પરફ્યુમ જેવી વસ્તુઓ હોઈ શકે છે. ગાડી ખરીદતા પહેલા આવી વસ્તુઓની જરૂરિયાત સમજો અને જે જરૂરી નથી તે હટાવવા કહો. જેમાં મેટ, સીટ કવર અને ક્રોમ ગાર્નિશ જેવી એસેસરીઝ બહારથી પણ ખરીદી શકાય છે. જોકે કોઈ ફેરફાર કરાવતા પહેલા વોરંટીની શરતો ચેક કરી લો.
6/7
જો તમારી પાસે પહેલેથી ગાડી હોય અને તે વેચી રહ્યા હોવ તો નો-ક્લેમ બોનસ વિશે ઇન્શ્યોરન્સ કંપની સાથે વાત કરો. જેમાં પાત્ર હોય તો તેને નવી ગાડીની પોલિસીમાં ટ્રાન્સફર કરાવી શકાય છે. આથી ઓન-ડેમેજ પ્રીમિયમ પર 20%થી 50% સુધીની છૂટ મળી શકે છે. આ સિવાય જો તમે કોઈ કોર્પોરેટ કંપની, સરકારી વિભાગ, સેના કે શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા હો તો કોર્પોરેટ ડિસ્કાઉન્ટ વિશે પૂછો. અમુક કિસ્સામાં 5,000થી 20,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે.
ADVERTISEMENT
7/7
તહેવારી સિઝનમાં માંગ વધતાં ડીલરશિપ પર કામનું દબાણ વધે છે. આથી ગાડીનું પૂરું પેમેન્ટ કરતા અને રજિસ્ટ્રેશન પહેલાં પ્રી-ડિલિવરી ઇન્સ્પેક્શન કરો. દિવસના પ્રકાશમાં ગાડીની બોડી, પેઇન્ટ, ડેન્ટ અને ખરોશની તપાસ કરો. આ સાથે VIN નંબરથી મેન્યુફેક્ચરિંગનો મહિનો અને વર્ષ જાણો. જો કોઈ ગડબડ દેખાય તો પેમેન્ટ કે ડિલિવરીની પ્રક્રિયા આગળ વધારતા પહેલા ડીલર સાથે વાત કરો.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ