બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Re-development in Ahmedabad 25-75 law came but not implemented societys residents are upset

રોષ / અમદાવાદમાં રિ-ડેવલપમેન્ટની માથાકૂટઃ 25-75નો કાયદો આવ્યો પણ અમલ ન થતા સોસાયટીના રહીશો હેરાન-પરેશાન

Kishor

Last Updated: 08:00 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રિ-ડેવલપમેન્ટ મામલે લોકો હેરાન-પરેશાન હોવાથી અનેક સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

  • અમદાવાદમાં રિ-ડેવલપમેન્ટ મામલે લોકો હેરાન
  • અનેક સોસાયટીના રહીશોએ સરકાર સામે ચઢાવી છે બાંયો
  • ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

અમદાવાદમાં હાઉસિંગ સોસાયટીના મકાનો રી- ડેવોલપમેન્ટની માથાકૂટ વધી છે. આ મામલે મેમનગર ખાતે આવેલા આમ્ર કુંજ અને આસપાસની સોસાયટીના રહીશોએ સરકાર સામે બાયો ચડાવી છે. રી-ડેવલોપમેન્ટમાં સરકાર દ્વારા 25-75નો કાયદો લાવ્યા પરંતુ તેનો અમલ ન થતો હોવાના કારણે લોકોમાં વિરોધનો મધપુડો છંછેડાયો છે.જેના કારણે અહીંના સ્થાનિક રહીશોએ જર્જરિત મકાનોમાં રેહવું પડી રહ્યું છે. અનેક રજુઆત કરવામાં આવી છતાં કોઈ નિરાકરણ આવતુ નથી. જેના માટે હવે આગામી સમયમાં સ્થાનિક રહીશો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું છે.

ભયના ઓથાર હેઠળ જીવતા લોકો
અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની જુદી-જુદી 241 કેટેગરીના મકાનો આવેલા છે. જે મકાનો 20 થી 25 વર્ષ જૂના છે આ મકાનોમાં આશરે દોઢ લાખ ઉપરાંત લોકો રહે છે. જે મકાનો જૂના હોવાથી જર્જરીત બન્યા છે.આથી રી- ડેવોલપમેન્ટ અંગે રજૂઆત કરવા છતા આ દિશામાં કાર્યવાહી કરવામાં ન આવતા લોકોએ પોસ્ટર વિરોધ, ચૂંટણીનો બહિષ્કાર સહીતની ચીમકી આપી છે.. મહત્વનું છે કે,રી-ડેવલોપમેન્ટમાં સુધારા અંગેની જાહેરાત કરાયા બાદ સ્થાનિક તંત્ર આ જાહેરાતના અમલમાં ધાંધિયા કરતું હોવાથી અનેક લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

વર્ષ 2019માં ગુજરાત ઓનરશીપ ફ્લેટ એક્ટ 1973માં કરાયો હતો સુધારો 
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં ગુજરાત સરકારે વર્ષો જૂની ઇમારતોના રિ-ડેવલપમેન્ટ માટે પ્રક્રિયા સરળ બનાવવાની નીતિ જાહેર કરી હતી. ગુજરાત ઓનરશીપ ફ્લેટ એક્ટ 1973માં સુધારો કરવામાં આવ્યો હતો. જે સુધારા અંતર્ગત પઝેશનની તારીખથી 25 વર્ષ જૂની ઇમારતોને રી-ડેવલોપ કરાશે. જોકે રી-ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ જમીન માલિકોના કુલ 75 ટકા માલિકોની સંમતિ ફરજિયાત રહેશે. તેમજ હાઉસિંગ કોલોની રી-ડેવલપમેન્ટ કરવા માટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી ઈમારત જર્જરીત અને જોખમી હોવાનું પ્રમાણપત્ર મેળવવું પડશે. તે અંગેનો સુધારો કરાયો હતો.જેમાં રહેલી અમુક ત્રુટિયો સુધારી અમલવારી કરવા અંગે પણ સ્થનીકોમાં માંગ ઉઠી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ