ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / RBI bans on nashiks cooperative bank

પ્રતિબંધ / RBIએ વધુ એક બૅંક પર લગાવ્યો પ્રતિબંધ, પૈસા પણ નહીં ઉપાડી શકાય

Published By: Nikul

Last Updated: 05:28 PM, 11 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કો-ઓપરેટિવ સેક્ટરની વધુ એક બેંક પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ખાતા ધારકોને લાગ્યો મોટો ઝાટકો.

ADVERTISEMENT

  • આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે લગાયો પ્રતિબંધ
  • ખાતા ધારકોને વીમા સુરક્ષા આપવામાં આવી 
  • બેંક અધિકારીઓ પર આરબીઆઈની નજર

ધાતા ધારકોને પૈસા ઉપાડવા નહીં મળે
નાશિકની ઈંડિપેંડેંસ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર આરબીઆઈએ પ્રતિબંધ લગાવી દીધો છે. જેનાં લીધે હવે બેંકનાં ખાતા ધારકોને પૈસા ઉપાડવાની પરવાનગી નહી આપવામાં આવે. બેંકની આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે આરબીઆઈ તરફથી સાવચેતીનાં ભાગરુપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

6 મહિનાનો પ્રતિબંધ

ઈંડિપેંડેંસ કો-ઓપરેટિવ બેંકનાં આશરે 99.98 ટકા ખાતાધારકો ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનની વીમા સુરક્ષા માટે હકદાર છે. આ વીમા સુરક્ષા યોજનામાં બેંક ખાતાધારકોને 5 લાખ સુધીની જમા રકમ પર વીમા સુરક્ષા આપવામાં આવે છે. પણ આરબીઆઈ તરફથી ઈંડિપેંડેંસ કો-ઓપરેટિવ બેંક પર 6 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેનો આદેશ બુધવારે કરવામાં આવ્યો છે.

પૈસા જમા કરવા પર પણ પ્રતિબંધ

બેંક પર પ્રતિબંધ અંગે આરબીઆઈએ આદેશ જાહેર કર્યો છે. જેમાં ઈંડિપેંડેંસ કો-ઓપરેટિવ બેંકની વર્તમાન સ્થિતિને જોતા બેંકના ખાતાધારકોનાં બચત કે કરંટ ખાતામાં પૈસા જમા કરવા અને ઉપાડવાની પરવાનગી નથી આપવામાં આવી. સાથે અમુક નિયમો અને શરતો અંતર્ગત ખાતાધારકો લોન પરત કરી શકે છે તેવુ આરબીઆઈએ પોતાના આદેશમાં કહ્યું છે.

આર્થિક સ્થિતિનાં સુધાર સુધી પ્રતિબંધ

બેંકનાં અધિકારીઓને પણ નવા રોકાણ કરવા, મોટી રકમ આપવા અને લોન મંજૂર કરવાનો અધિકાર રહેશે નહીં. એક માહિતી અનુસાર આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બેંકની આર્થિક સ્થિતિમાં સુધાર નહી જોવા મળે ત્યાં સુધી આ પ્રતિબંધ અકબંધ રહેવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bank Cooperative bank Economic crisis RBI finance આરબીઆઈ ઇકોનોમિક ક્રાઇસિસ કોઓપરેટિવ બેંક ફાઇનાન્સ બેંક RBI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ