બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / rajkot police ban on private bus at 150 feet ring road
ADVERTISEMENT
આજથી રાજકોટમાં 150 ફૂટના રીંગ રોડ પર ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલે કે હવેથી સવારના 8થી રાતના 9 વાગ્યા સુધી 150 ફૂટના રીંગ રોડ પર લક્ઝરી બસ કે ભારે વાહનો પ્રવેશ નહીં કરી શકે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પ્રાઇવેટ બસો નહીં ચાલે#Rajkot #150FtRingRoad #TrafficPolice #PrivateBus #vtvgujarati #VTVCard pic.twitter.com/yqXXdf1KQe
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 12, 2023
ADVERTISEMENT
અગાઉ જાહેરનામું અટકાવી દેવાયું હતું
ADVERTISEMENT
તમને જણાવી દઇએ કે, પાંચ મહિના અગાઉ પણ 150 ફૂટ રિંગ રોડ પર ખાનગી બસને દિવસ દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું પરંતુ બસ પાર્ક માટે માલિકી દસ્તાવેજ અથવા માલિકી સહમતિ રજૂ કરવાની શરતે અગાઉ જાહેરનામું અટકાવી દેવાયું હતું. જોકે આ માલિકી દસ્તાવેજ રજૂ ન કરાતા અંતે જાહેરનામું લાગી કરી દેવાયું છે. જે અંતર્ગત માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધી એક પણ લક્ઝરી બસને પ્રવેશ નહીં મળે. આ જાહેરનામામાં મીની બસને છૂટછાટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
બસ સંચાલકોને ટાર્ગેટ કરાઇ રહ્યાં છે: ટ્રાવેલ્સ સંચાલક પ્રમુખ
આ મુદ્દે રાજકોટ ટ્રાવેલ્સ સંચાલકના પ્રમુખ દશરથસિંહ વાળાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'આ તો બસ સંચાલકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. ખાનગી બસના પ્રવેશના પ્રતિબંધથી રીક્ષા ચાલકો લૂંટ ચલાવશે. બસના પ્રવેશ પરના પ્રતિબંધ મુદ્દે પોલીસ અને વાહન વ્યવહાર મંત્રીને અમે રજૂઆત કરીશું.'
ADVERTISEMENT
ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસે આ નિર્ણય લીધો: પોલીસ કમિશનર
ADVERTISEMENT
જ્યારે 150 ફૂટના રીંગ રોડ પર ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુદ્દે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. બસ સંચાલકો મુખ્ય રોડ પર બસ પાર્કિંગ કરતા હતા. આથી રોડ પર બસ પાર્ક કરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગે પોલીસ કામ કરી રહી છે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસ આ નિર્ણયો લઈ રહી છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.