બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શું છે આ સફેદ અનાજ? જેમાં રહેલા ગુણો તમારા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરશે
Last Updated: 10:46 AM, 5 December 2024
જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તમારે હાડકાં મજબૂત રાખવા પડશે. આ માટે એ જરૂરી છે કે, એક્સરસાઇઝની સાથે તમે હેલ્ધી ડાયટ લો જેમાં કેલ્શિયમ ભરપૂર હોય. કેલ્શિયમ એ એક પોષક તત્વ છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે તમે જોયું જ હશે કે લોકો કેલ્શિયમ માટે દૂધ, દહીં અને ચીઝ જેવી વસ્તુઓ ખાય છે. આ એક રીતે સાચું છે, પરંતુ શું તમે જાણો છો કે રાજગરામાં કેલ્શિયમની માત્રા દૂધ અને દહીં કરતાં ઘણી વધારે હોય છે.
ADVERTISEMENT
રાજગરા પોષક તત્વોનો ખજાનો છે
100 ગ્રામ રાજગરામાં લગભગ 159 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. આ જ કારણ છે કે, હાડકાંને મજબૂત રાખવા માટે રાજગરાનું સેવન રોજ ઉપયોગમાં લેવું જોઈએ. દૂધ અને દહીં કેલ્શિયમના મુખ્ય સ્ત્રોત છે, પરંતુ રાજગરામાં રહેલા તત્વો શરીર પર ઝડપથી અસર કરે છે. રાજગરામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. કેલ્શિયમની સાથે-સાથે મેગ્નેશિયમ અને ફૉસ્ફરસ પણ હાડકાંના સ્વાસ્થ્યને મજબૂત કરવામાં મદદ કરે છે. આ પોષક તત્વોની મદદથી હાડકાંમાં વૃદ્ધિ જોવા મળે છે.
ADVERTISEMENT
વધુ વાંચો વધારે માત્રામાં ઘઉં ખાવાની આદત હોય તો જરા સાઇડ ઇફેક્ટ્સ પણ જોઇ લેજો, હેલ્થને થઇ શકે છે નુકસાન
ઓસ્ટીયોપોરોસીસથી આપે છે 'રાહત'
જો તમે દરરોજ તમારા આહારમાં રાજગરાનો સમાવેશ કરો છો, તો તે ફક્ત તમારા હાડકાંને જ મજબૂત નથી બનાવતું, પરંતુ તે ઑસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર સમસ્યાઓથી પણ આપણને બચાવે છે.
સંધિવાના દર્દીઓએ માટે 'રાજગરા'ની અસર
રાજગરામાં રહેલ એન્ટિ- ઇન્ફલેમેટરી ગુણ સાંધાના દુખાવા અને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. જે આર્થરાઈટીસના દર્દીઓને રાહત આપે છે. તમે તેને દૂધમાં ઉકાળીને પણ ખાઈ શકો છો.
આ લોકો માટે 'રાજગરા' જરૂરી છે
રાજગરા બાળકો અને વૃદ્ધો બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે બંનેને કેલ્શિયમની વધુ જરૂર હોય છે. જેમના હાડકાં નબળાં હોય અથવા હાડકાં સંબંધિત સમસ્યા હોય તેઓ રાજગરાનું સેવન કરી શકે છે. જેમને દૂધ અને ડેરી ઉત્પાદનની એલર્જી હોય તેઓ પણ રાજગરામાંથી કેલ્શિયમ સપ્લાય કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.