ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પૂછપરછ કરી તો અધોરીને આવ્યો ગુસ્સો, મંદિરના સંતને ચાકુ ખૂંપાવી દીધું, હુમલો CCTVમાં કેદ

રાજસ્થાન / પૂછપરછ કરી તો અધોરીને આવ્યો ગુસ્સો, મંદિરના સંતને ચાકુ ખૂંપાવી દીધું, હુમલો CCTVમાં કેદ

Last Updated: 06:41 PM, 10 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી એક દિવસ મંદિરમાં રોકાયો હતો. જ્યારે સંતે તેને પ્રશ્ન કર્યો તો તે ગુસ્સે થઈ ગયો.

ADVERTISEMENT

રાજસ્થાનના પાલીમાં એક મંદિરમાં છરી વડે હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક અઘોરીએ મંદિરના સંત પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરે થોડી મિનિટો સુધી સંતને છોડ્યો ન હતો અને છરી વડે અનેક વાર કરીને તેમને ઘાયલ કર્યા હતા. રવિવારે વહેલી સવારે મંદિરમાં બનેલી આ ઘટનાથી દરેક લોકો ગભરાઈ ગયા હતા. સવારનો સમય હોવાથી મંદિર પરિસરમાં વધારે લોકો નહોતા, ઘટના સમયે સંતની ચીસો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

લોકોએ લાકડીઓ વડે સંતને અઘોરીઓની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો. ઘણી મહેનત પછી સંતને કોઈક રીતે બચાવી શકાયા. ઘાયલ સંતને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પીડિત સંત આરતી કરી રહ્યા હતા

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના જૂના ગુનાહિત રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. પીડિતા અને હુમલાના પ્રત્યક્ષદર્શીઓના નિવેદન લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના પાલીના નાગા બાબા બાગીચી ગણેશ મંદિરમાં બની હતી. અહીં 60 વર્ષીય મહંત સુરેશ ગિરી વહેલી સવારે પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતા. આ દરમિયાન અચાનક એક અઘોરીએ તેના પર હુમલો કર્યો. સંતની ચીસો સાંભળીને મંદિરમાં હાજર લોકો મદદ માટે પહોંચ્યા.

વધુ વાંચોઃ નશામાં ટલ્લી થઈ યુવક ગરમ દૂધ પડ્યો, થયું તડપતું મોત, દર્દનાક વીડિયો વાયરલ

આરોપી એક દિવસ મંદિરમાં રોકાયો હતો

પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વીડિયોના આધારે હુમલાખોરની ઓળખ થઈ હતી. હુમલાખોરને શોધવા માટે પોલીસની અનેક ટીમો બનાવવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે આરોપીની નયા ગામમાંથી ધરપકડ કરી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આરોપીની ઓળખ ભવાનીશંકર તરીકે થઈ છે. તેઓ એક દિવસ મંદિર પરિસરમાં રોકાયા હતા. સવારે જ્યારે મંદિરમાં આરતીનો સમય હતો ત્યારે સંતે આરોપીની પૂછપરછ કરી. જેના કારણે આરોપી ગુસ્સે થઈ ગયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Temple Pali District Rajasthan News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ