બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / rajasthan alwar bulldozers action claim of demolition of 300 years old temple

VIDEO / જહાંગીરપુરી બાદ હવે રાજસ્થાનના અલવરમાં તંત્રએ બુલડોઝર ચલાવ્યું, 300 વર્ષ જૂનું મંદિર તોડ્યાનો દાવો

Dhruv

Last Updated: 02:06 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના અલવરમાં નગરપાલિકાએ બુલડોઝર ચલાવ્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં સરકારે 300 વર્ષ જૂના મંદિરો પર બુલડોઝર ચલાવ્યાનો દાવો કરાઇ રહ્યો છે.

  • MP, દિલ્હી બાદ હવે રાજસ્થાનના અલવરમાં બુલડોઝર ચલાવાયું
  • અહીં 300 વર્ષ જૂના મંદિરો પર બુલડોઝર ચલાવ્યાના દાવો
  • VIDEO સોશિયલ મીડિયા પર લોકોએ શેર કર્યો

તાજેતરમાં જ UP, MP અને દિલ્હીમાં તંત્રએ ચલાવેલા બુલડોઝર બાદ સમગ્ર દેશમાં બુલડોઝરે ભારે ચર્ચા જગાવી છે. દિલ્હીની જહાંગીરપુરી હિંસામાં કરાયેલી બુલડોઝરની કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ત્યારે હવે રાજસ્થાનના અલવરમાં નગરપાલિકા દ્વારા બુલડોઝર દ્વારા કાર્યવાહી કર્યાનો મામલો સામે આવ્યો છે. સરકારે અહીં 300 વર્ષ જૂના મંદિરો પર બુલડોઝર ચલાવી દીધું છે.

માસ્ટર પ્લાનના નામ પર ચલાવ્યું બુલડોઝર

મળતી માહિતી અનુસાર, અલવર જિલ્લાના રાજગઢમાં માસ્ટર પ્લાનના નામે પ્રાચીન ઈમારતો અને દુકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. કાર્યવાહી કરનારા અધિકારીઓએ વિકાસના નામે મંદિરોને પણ તોડી પાડ્યા હતા. બુલડોઝરની કાર્યવાહીથી રાજગઢ નગરનો મુખ્ય માર્ગ ખંડેર બની ગયો હતો. ઇમારતો અને દુકાનોને કોઈ પણ વળતર વિના તોડી પાડવામાં આવી છે.

300 વર્ષ જૂનું શિવલિંગ તોડી પડાયું

વહીવટીતંત્રની કાર્યવાહીના કારણે મંદિરની મૂર્તિઓ ખંડેર થઈ ગઈ છે. આ દરમિયાન ડ્રીલ સાથે તોડવામાં આવેલ 300 વર્ષ જૂનું શિવલિંગ પણ તૂટી ગયું હતું. લોકોનો એવો આરોપ છે કે વિકાસના નામે ષડયંત્ર હેઠળ મંદિરો તોડવામાં આવી રહ્યાં છે.

ભાજપે કર્યો હતો ઉગ્ર વિરોધ

અલવરમાં થયેલી કાર્યવાહી બાદ બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. તેઓએ ટ્વિટ કર્યું છે કે, 'અલવરમાં 300 વર્ષ જૂના શિવ મંદિરને તોડી પાડવું એ રાજસ્થાનની કોંગ્રેસ સરકારની ધર્મ વિરોધી માનસિકતા દર્શાવે છે. મુખ્યમંત્રી, તમે આ બુલડોઝરનો ઉપયોગ તોફાનીઓ અને ગુનેગારો સામે પગલાં લેવા માટે કર્યો હોત તો સારું થાત.'

ભાજપે મંદિર તોડાવ્યું: કોંગ્રેસ સરકારના મંત્રી પ્રતાપ સિંહ

રાજસ્થાનના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસનું કહેવું છે કે, ભાજપ ખોટું બોલી રહી છે. રાજગઢ અર્બન બોડીઝ બોર્ડના ચેરમેન ભાજપના છે. તેમણે બોર્ડમાં દરખાસ્ત લાવીને મંદિરો અને મકાનોને રસ્તા પહોળા કરવા માટે તોડી પાડ્યા છે. તેમના કહેવાથી મંદિર તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે અમારા કોંગ્રેસના ધારાસભ્ય વિરોધ કરતા રહ્યાં. ગેહલોત સરકારના મંત્રીએ વચન આપ્યું છે કે, જો કોઈ કાયદાકીય અવરોધ નહીં આવે તો મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે.

સરકારનો ઈરાદો સ્પષ્ટ નથીઃ સતીશ પુનિયા

બીજી તરફ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું કે, સરકારે તેનો રસ્તો કાઢીને મંદિરને બચાવવું જોઈતું હતું. કરૌલીની આ ઘટના બાદ સરકારનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરીને પોતાની વોટ બેંકને ખુશ કરવા માંગે છે, આથી જ 300 વર્ષ જૂના મંદિરને તોડી પાડવામાં આવ્યું.

જાણો શું છે સમગ્ર મામલો?

જણાવી દઇએ કે, અલવરના રાજગઢમાં ત્રણ હિન્દુ મંદિરો તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. માસ્ટર પ્લાનમાં અતિક્રમણની આડમાં રાજગઢ પ્રશાસને 300 વર્ષ જૂના ત્રણ મંદિરો તોડી પાડ્યા હતા. આ મંદિરોમાં સ્થાપિત ભગવાન શિવ, હનુમાનજી સહિત અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડેર થઈ હતી. જ્યારે સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો તો પોલીસે બળજબરીથી તેઓને હટાવી દીધાં. આ સમગ્ર ઘટના સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 17 એપ્રિલથી સતત રાજગઢમાં આવાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ