બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rainy conditions in the state following Cyclone Biporjoy, Khambhaliya receives the highest rainfall of 3 inches

મેઘ મુશળધાર / સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર શરૂ: ખંભાળિયામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ, ભારે પવન ફૂંકાતા લોકોમાં વધી દહેશત, જુઓ ક્યાં કેટલો વરસાદ

Malay

Last Updated: 01:13 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: બિપોરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં આજે સવારે 2 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળિયામાં 2 કલાકમાં 75 મિમિ વરસાદ ખાબકતા રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

 

  • બિપોરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં વરસાદી માહોલ
  • આજે સવારે 2 કલાકમાં 41 તાલુકામાં નોંધાયો વરસાદ
  • સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ નોંધાયો
  • ભારે પવનને કારણે મકાન અને વૃક્ષો ધરાશાયી થયા 

અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું હજું ગુજરાતથી દૂર છે, પરંતુ તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરરૂપે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના પોરબંદર, જૂનાદઢ, દ્વારકા, કચ્છ, સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. 

પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ 
પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બરડા પંથકના બગવડર, કુણવદર સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનને કારણે 1 મકાન અને 20 વૃક્ષ ધરાશાયી થયા છે. 

માંડવીમાં ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ
કચ્છમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. કચ્છના માંડવીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે પવન ફૂંકાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર કચ્છ જિલ્લામાં પહોંચ્યા છે. કચ્છમાં તેમણે તમામ તૈયારીઓની સમકીક્ષા કરી છે. તેમણે જણાવ્યું કે, કચ્છમાં 8 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
 
ગીરસોમનાથ જિલ્લાના ખેતરો પાણીથી તરબોળ
ગીરસોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. સુત્રાપાડાના ધામલેજ ગામના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. ખેતરોમાં ગોઠણ ડૂબ પાણી ભરાતા ખેડૂતોને વાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે પવનના કારણે વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થતાં ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે. ગીર ગઢડા અને ગીર જંગલમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ભારે પવનના કારણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી 
ગીર સોમનાથમાં બિપોરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે. ગીર સોમનાથના દરિયા કાંઠા વિસ્તારમાં અંદાજે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે બાગાયતી પાકોને નુકસાનની ભીતિ

માળિયાહાટીનાની મેઘલ નદીમાં ઘોડાપૂર
જૂનાગઢના માળિયાહાટીનાની મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી મેઘલ નદીમાં પૂર આવ્યું છે. મેઘલ નદીમાં નવા નીર આવતા શિવલિંગનો થયો જળાભિષેક થયો છે. પૂરના કારણે અડધું શિવલિંગ પાણીમાં ગરકાવ થયું છે. 

દ્વારકામાં દરિયો બન્યો તોફાની
દ્વારકાના ભડકેશ્વર મહાદેવ મંદિર પાસે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઈ. અત્યારે વાવાઝોડું દ્વારકાથી 290 કિમી દૂર

ધોરાજીના અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા
બિપોરજોય વાવાઝોડાને લઈ ધોરાજીમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ધોરાજીના અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે. વોંકળા કાંઠા, ચકલા ચોક, ભૂતનાથ મહાદેવ મંદિર વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે ધોરાજીની નદીમાં નવા નીર આવ્યા છે. 

ઉપલેટામાં મોડી રાતથી સવારથી ધોધમાર વરસાદ
ઉપલેટામાં બિપરજોય વાવાઝોડાને પગલે મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ ખાબક્યો છે. અત્યાર સુધી ઉપલેટા પંથકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મોજીરા, સેવંત્રા, કેરાળા, વાડલા, ખાખી જાળીયા ગામમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.

બે કલાકમાં 41 તાલુકામાં નોંધાયો વરસાદ 
આજે સવારના 6 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 41માં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં નોંધાયો છે. બે કલાકમાં ખંભાળિયામાં 75 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉપલેટામાં 54 મિમિ, જામજોધપુરમાં 37 મિમિ, મેંદરડામાં 36 મિમિ, વંથલીમાં 34 મિમિ, ગીર ગઢડામાં 31 મિમિ, જુનાગઢમાં 30 મિમિ વરસાદ નોંધાયો છે.


 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ