બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain forecast for next three days in these districts of Gujarat

કમોસમી વરસાદ / ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી, આજે વહેલી સવારે અરવલ્લી અને મહીસાગરમાં પડ્યું માવઠું

Priyakant

Last Updated: 08:35 AM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Forecast Latest News: રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે

  • રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી 
  • આજે અરવલ્લી, અમદાવાદ, મહિસાગરમાં વરસાદની આગાહી 
  • ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની આગાહી 
  • દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી 
  • રાજ્યમાં આજે છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના

Gujarat Rain Forecast : ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જેને લઈ આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. વિગતો મુજબ આજે વહેલી સવારે અરવલ્લી અને મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે . 

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અરવલ્લી, અમદાવાદ, મહિસાગરમાં કમોસમી વરસાદ પડી શકે છે. આજે ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદની આગાહી  છે. આ સાથે દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં આજે છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના છે. 

10 થી 15 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ દિશાનાં પવનોનાં કારણે ભેજયુક્ત હવા વરસાદ લાવશે. ડિસેમ્બર મહિનામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. તેમજ 10 થી 15 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા જેમાં ઉત્તર ગુજરાતનાં અરવલ્લીમાં વરસાદની આગાહી કરી છે. તો મહીસાગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે.  સૌરાષ્ટ્રનાં અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરી છે.

બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશેઃ મનોરમા મોહંતી (ડાયરેક્ટર)
આગામી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવારણ રહેવાની શક્યતા છે. રાજ્યમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.  ત્યારે સોમવારે અમદાવાદ સીટીમાં વરસાદની સંભાવના નથી. પરંતું વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 

વલસાડ તેમજ આસપાસનાં વિસ્તારમાં કમોસમી વરસાદ
વલસાડમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો હતો. વલસાડ અને આસપાસનાં વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠાથી ખેડૂતોનાં પાકને નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. થોડા દિવસમાં બીજું માવઠું થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે. 

રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના
હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ