બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / VTV વિશેષ / ચૂંટણી 2019 / Rahul Gandhi speech translated by PJ Kurien video goes viral

VIRAL / ભાષણ વખતે રાહુલને મૂકી દીધા હાસ્યાસ્પદ સ્થિતિમાં, બન્યા મજાકના પાત્ર

vtvAdmin

Last Updated: 08:51 PM, 17 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે.. ત્યારે જનતા સુધી સ્પષ્ટ વાત પહોંચે તે માટે નેતાઓ ખાસ્સી મહેનત કરી રહ્યાં છે. પરંતુ જ્યારે દક્ષિણનાં રાજ્યોમાં ચૂંટણી પ્રચારની વાત આવે છે ત્યારે નેતાઓએ દુભાષિયાઓની મદદ લેવી પડે છે. પરંતુ ભાષણની આ રીતમાં બને છે એવું કે નેતાઓ કહે છે કંઈક અને જનતા સુધી વાત કંઈક જુદી જ જાય છે. અનેક નેતાઓ આ પ્રકારનાં ભાષણ દરમિયાન હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયાં છે. પરંતુ તાજો દાખલો રાહુલ ગાંધીનો છે કે જેને પી.જે. કુરિયને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધાં. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ ચુક્યો છે.

દક્ષિણ ભારતમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત નેતાઓનાં દુભાષિયાઓ તરીકે ફરજ બજાવી રહેલાં નેતાઓ ક્યારેક એવું બોલી જાય છે કે જેનાં કારણે ભાષણ આપનાર અને તેનું ભાષાંતર  કરનાર બન્ને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય છે. જેની તાજી ઘટના રાહુલ ગાંધી સાથે બની છે. રાહુલ ગાંધી મંગળવારે ચૂંટણી પ્રચાર માટે કેરળ ગયાં હતાં. અહીં રાહુલ ગાંધી પોતાનાં પ્રચારમાં વિવિધ મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યાં હતાં. પરંતુ તેમનાં ભાષણનું ટ્રાન્સલેશન કરી રહેલાં પી.જે. કુરીયનનાં કારણે તેઓ સોશિયલ મીડિયામાં મજાક બની ગયાં. 

વસ્તુતઃ રાહુલ ગાંધી ઈંગ્લિશમાં ભાષણ આપી રહ્યાં હતાં. તેમનાં ભાષણને સ્થાનિક ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે મંચ પર રાહુલ સાથે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી.જે. કુરિયન બાજુમાં જ ઉભા હતાં. રાહુલ ગાંધીએ ઈંગ્લીશમાં કહ્યું કે, મોદી લોકોને એવું કહે છે કે, મને પ્રધાનમંત્રી નહીં ચોકીદાર બનાવો. પરંતુ આ વાત પી.જે. કુરિયનને સમજમાં ન આવી આ જોઈને રાહુલને પણ હસવું આવી ગયું.
રાહુલ બીજી વખત પી.જે. કુરિયન પાસે પહોંચ્યાં અને તેમની નજીક જઈને બીજી વખત લાઈન સંભળાવી. ત્યારે કુરિયન રાહુલની વાત સમજી શક્યાં. આ ઘટનાની થોડી વાર બાદ રાહુલે કહ્યું કે, મોદીએ દેશની જનતાનાં વોટ મેળવ્યાં અને બદલામાં અનિલ અંબાણીનાં ચોકીદાર બની ગયાં. રાહુલની આ વાત પણ પી.જે. કુરિયન ન સમજી શક્યાં. રાહુલે બીજી વાર નજીક જઈને પોતની વાત કહી.

રાહુલને લાગ્યું કે, કદાચ પી.જી કુરિયન હવે પોતાની વાત સમજી શક્યાં છે. પરંતુ એવું ન હતું. કુરિયન કશું સમજી શક્યાં ન હતાં. પરંતુ રાહુલે મિજાજ ન ગુમાવ્યો. ઉલટાનાં પોતે પણ હાસ્ય ન રોકી શક્યાં. એ પછી રાહુલે ભાષણમાં આગળ કહ્યું કે, અનિલ અંબાણીએ ક્યારેય એરક્રાફ્ટ નથી બનાવ્યું. તેમને મોદીજીએ 30 હજાર કરોડ રૂપિયા આપ્યાં. પરંતુ આ વાત પણ તેઓ કુરિયન સમજી ન શક્યાં. તેઓ રાહુલ ગાંધીને સવાલ પૂછવા લાગ્યાં. 

રાહુલ ગાંધીએ ફરી વાર કહ્યું કે, 33 હજાર કરોડ અનિલ અંબાણીને આપવામાં આવ્યાં. પછી કુરીયન તેનું ટ્રાન્સલેશને કરી શક્યાં. રાહુલે કહ્યું કે, અનિલ અંબાણીએ ક્યારેય એર ક્રાફ્ટ બનાવ્યું નથી. આ સાંભળ્યાં પછી કુરિયન બાઘાની જેમ તાકી રહ્યાં. તેઓ કંઈ સમજી ન શક્યાં. ઉલટાનાં રાહુલ સામે બહાનું બનાવવા લાગ્યાં કે સાઉન્ડ પ્રોબ્લેમ છે. ઈગો પ્રોબ્લેમ છે.
રાહુલ ગાંધી અને પી.જે. કુરિયનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરાઈ રહ્યો છે. પરંતુ જનતાનાં મનમાં સવાલ થઈ રહ્યો છે કે, જો આ વીડિયો સાચો હોય તો  પી.જે. કુરિયન જેવી કોંગ્રેસી હસ્તિ પોતાનાં પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાય તેવી રીતે શા માટે આવો વર્તાવ કરતા હશે.

 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ